દેશમાં ગેસ સંકટ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે નિવેદન આપ્યું છે કે કંપની સરકારના નિર્દેશ મુજબ સક્રિય પગલાં લઈ રહી છે. જામનગર રિફાઇનરીમાં LPGનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ટીમો ચોવીસ કલાક સતત કામ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે એલપિજિનું ઉત્પાદન વધારી સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. કેજી-ડી6 બેસિનથી કુદરતી ગેસ સરકારી માર્ગદર્શન અનુસાર વાળવામાં આવશે અને સરકાર સાથે મળીને ઊર્જા પુરવઠો એવા સમુદાયો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે જ્યાં તેને સૌથી વધુ જરૂર છે.
11 માર્ચના મહત્વના સમાચાર : ભારતે હોર્મુઝ સ્ટ્રેટનો શોધ્યો વિકલ્પ, હવે 70% ક્રૂડ ઓઇલ આ માર્ગે લવાય છે
આજે 11 માર્ચના બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 11 માર્ચના બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ભારતે હોર્મુઝ સ્ટ્રેટનો શોધ્યો વિકલ્પ, હવે 70% ક્રૂડ ઓઇલ આ માર્ગે લવાય છે
ઈરાન ઈઝરાયેલ યુદ્ધની કપરી સ્થિતિમાં પણ ભારતનો ક્રૂડ ઓઇલ પુરવઠો મજબૂત અને સુરક્ષિત રહેશે. સરકારી પ્રતિનિધિઓએ ખાતરી આપી છે કે, આપણી આયાતનો લગભગ 70% ભાગ વિવિધ અન્ય માર્ગો દ્વારા આવી રહ્યો છે. 5.5 મિલિયન બેરલના દૈનિક વપરાશ સાથે, સરકાર આ માર્ગો દ્વારા ક્રૂડ ઓઇલ અને LNG મેળવવા માટે એક વ્યૂહરચના વિકસાવી રહી છે.
-
વડોદરાના વાઘોડિયા એસટી મથકે આઘેડનું મોત, ગરમીના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા
વાઘોડિયા વડોદરાના વાઘોડિયામાં એક આઘેડનું ગરમીના કારણે મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. વાઘોડિયા એસટી ડેપો કમ્પાઉન્ડમાં આધેડનું મોત થયું છે. આઘેડ બેભાન હાલતમાં મળતા 108 બોલાવવામાં આવી હતી. તેમને સારવાર મળે તે પહેલાં જ મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાથમિક તારણ મુજબ ભારે ગરમીના કારણે આધેડનું મોત થયું હોવાનું કહેવાય છે. જો કે સત્તાવાર પૃષ્ટી હજુ બાકી છે. મૃતકનુ નામ રણછોડભાઈ વસાવા છે. જેઓ નર્મદા જિલ્લાના મોટી ચીખલી ગામના હોવાનું બહાર આવ્યું છે. મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ વાઘોડિયા આવવા રવાના થયા છે. માર્ચ મહિનામાં જ વધતી ગરમી લોકોના આરોગ્ય માટે ચિંતાજનક બની છે.
-
-
જૂનાગઢના માંગરોળના ચાખવા ગામના ખેતરમાં લાગેલી આગથી એકનુ મોત, બે બાઈક સળગીને થયા ખાક
જૂનાગઢ જિલ્લામાં ઘઉના ચારવામાં ભીષણ આગ , 1 મોત થયું છે. માંગરોળ તાલુકાના ચાખવા ગામે આગનો ગોજારો બનાવ બન્યો છે. ખેડુત દ્વારા વધારાના ઘઉમા આગ લગાડી હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ખેતરની બાજુમાથી પસાર થઈ રહેલ રાહદારી આવ્યો આગની લપેટમા. ઘટના સ્થળે બળી જવાથી રાહદારીનુ મોત થયું છે. મૃતક કાલેજ ગામનો હોવાનુ પ્રાથમિક માહીતીના આધારે સામે આવ્યુ છે. બે બાઈક પણ આગને કારણે બળીને થયા ખાખ થયા છે. પવનની ગતી વધારે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મૃતદેહને પી. એમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
ગુજરાતમાં જમીન માપણીની ભૂલો સુધારાશે, હજારો ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાતના ગ્રામીણ નાગરિકો અને ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય. એકસમાન પદ્ધતિથી માપણીની ક્ષતિ દૂર કરાશે. ભૂમિ સીમાંકનથી ક્ષતિનો નિકાલ કરાશે. પ્રમોલગેશન થયેલા ગામોની માપણીમાં આવે છે ક્ષતિ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા નિર્ણય. જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સમિતિ કાર્યરત થશે. ક્ષતિ સુધારણા માટે સાત કેટેગરી નિયત કરી. મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ નિયમ અનુસાર થશે કાર્યવાહી. મહેસુલ વિભાગની બેઠકમાં મુખ્યમંત્રીનો નિર્ણય.
-
આણંદના ગામડી પાટિયા પાસે નેશનલ હાઇવે 48 પર અકસ્માતમાં ASI નુ મોત
આણંદના ગામડી પાટિયા પાસે નેશનલ હાઇવે 48 પર થયેલા અકસ્માતમાં નડિયાદ ગ્રામ્યના ASI નુ મોત થયું છે. આઈસરએ બાઈક સવાર પોલીસ જવાનને લીધા અડફેટે. નડિયાદ રૂરલના ASI અરુણદાન ગઢવીનું ઘટનાસ્થળે જ મોત. પોલીસ જવાનના મૃતદેહને આણંદ સરકારી દવાખાને પીએમ માટે ખસેડાયો.
-
-
લોકસભામાં વિપક્ષનો કોઈ અવાજ દબાવવામાં નથી આવતોઃ અમિત શાહ
વિપક્ષે, લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાને હોદ્દા પરથી દૂર કરવા માટે રજુ કરાયેલા પ્રસ્તાવ પર કરાયેલ ચર્ચાનો જવાબ આપતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, 18મી લોકસભામાં કોંગ્રેસના સભ્યો કલાકો બોલ્યા પણ વિપક્ષના નેતા કેમ ના બોલ્યા. અધ્યક્ષે નથી રોક્યા. પણ ગેરપ્રચાર કરવામાં આવે છે કે અધ્યક્ષ બોલતા રોકી રહ્યાં છે. વિપક્ષના નેતાની પાર્ટી જ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે તેના પર જ વિપક્ષના નેતા કાંઈ બોલતા નથી. વિપક્ષના નેતા નિયમ અનુસાર વિષય પર ના બોલે તો અધ્યક્ષ તેમને રોકે. અપ્રકાશિત પુસ્તકને કોટ ના કરી શકો તેમ રાજનાથસિંહ કહે ત્યારે તેને કોટ કરીને બોલવાનો અધિકાર નથી છતા તેના પર બોલે તો અધ્યક્ષ રોકે.
-
અધ્યક્ષ સામેના અવિશ્વાસના પ્રસ્તાવ આવ્યો ત્યારથી ઓમ બિરલા ખુરશી પર નથી બેઠાઃ શાહ
વિપક્ષે, લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાને હોદ્દા પરથી દૂર કરવા માટે રજુ કરાયેલા પ્રસ્તાવ પર કરાયેલ ચર્ચાનો જવાબ આપતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, અગાઉ ત્રણ વાર અધ્યક્ષને દૂર કરવાનો પ્રસ્તાવ આવ્યો. આ પ્રસ્તાવ આવે ત્યારે અધ્યક્ષ તેમની ચેર પર નથી બેસતા. નિયમ મુજબ 14 દિવસ ઓમ બિરલા અધ્યક્ષની ખુરશી પર નથી બેઠા આ એક મોરલ ગ્રાઉન્ડ કહેવાય. કોંગ્રેસ વખતે અધ્યક્ષ ચેર પર બેસીને લોકસભાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કોંગ્રેસ આજે ઓમ બિરલાને મોરલ ગ્રાઉન્ડની વાત શિખવાડે છે.
-
લોકસભાની કામગીરી નિયમો આધિન ચાલે છે, આ નિયમો અમે નહીં પંડિત નહેરુના સમયથી છેઃ અમિત શાહ
લોકસભામાં અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા માટે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પરનો જવાબ આપતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, લોકસભા નિયમોથી ચાલે છે. આ નિયમો અમે નહીં, પંડિત નહેરુએ બનાવ્યા છે. એ સમયથી આ નિયમો ચાલ્યા આવે છે અને તે મુજબ જ લોકસભાનું કામકાજ ચાલે છે.
-
ગુજરાત સરકારે, અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો
ગુજરાત સરકારે 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ માટે ઓર્ડર આપ્યો છે, જેમાં અમદાવાદ મેટ્રો ફેઝ-II માટે 10 ટ્રેનસેટ અને સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટનો સમાવેશ થાય છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2 હેઠળ હાલમાં 32 ટ્રેનસેટ્સ સેવામાં છે. તેમાં વધુ 10 ટ્રેનસેટ્સનો ઉમેરો થવાથી મુસાફરોના પરિવહન માટે ટ્રેનની ફ્રીકવન્સી વધી જશે. સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે પૂર્ણ થયે સુરત શહેર ટકાઉ શહેરી પરિવહનના મજબૂત વિસ્તરણનું સાક્ષી બનશે. ગુજરાત રાજ્યમાં હાલમાં મેટ્રો રેલ નેટવર્ક 108 કિમી સુધી વિસ્તરેલું છે, અને આગામી વર્ષોમાં 190 કિમી સુધી તેનું વિસ્તરણ થવાનો અંદાજ છે.
-
સુરતના સચિન વિસ્તારની ખાનગી કંપનીમાં લાગી વિકરાળ આગ, 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે
સુરતના સચિન વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીમાં લાગી આગ. સુરત ફાયર વિભાગ અને નોટીફાઇડ એરિયાના ફાયર લશ્કરો ઘટના સ્થળે પહોચ્યાં. સુરતથી ભેસ્તાન અને માન દરવાજા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણા કરતા વધુ ફાયર લશ્કરોની મદદ લેવાઈ છે. આગ હજી પણ બેકાબૂ, ખાનગી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ. ફાયરવિભાગની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.
-
સુરતઃ સચિન વિસ્તારમાં ભીષણ આગ
સુરત શહેરના સચિન વિસ્તારમાં ખાનગી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે, જેના કારણે નોંધપાત્ર નાસભાગ થયો છે. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. કંપનીમાં 10થી વધુ બ્લાસ્ટ થયા હોવાનું જણાયું છે. સુરત ફાયર વિભાગ અને નોટીફાઇડ એરિયાના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વધુ ફાયર ફાયટરોને મદદ માટે બોલાવવામાં આવ્યા છે. ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ભીષણ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
-
દેશમાં ગેસ સંકટ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.નું નિવેદન
-
આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આગ ઝરતી ગરમીનું રેડ એલર્ટ
રાજ્યમાં અત્યંત ભયાનક ગરમીના રાઉન્ડ માટે લોકો તૈયાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગ ઝરતી ગરમીને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 10 જિલ્લાઓમાં કાળઝાળ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સાત જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર થયું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ગરમીનો ખતરનાક રાઉન્ડ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તાપમાન 41 ડિગ્રીથી ઉપર પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં લોકોને તાપથી બચવા જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
-
અમદાવાદ : લાલદરવાજા BRTS પાસે ડામર પીગળવા લાગ્યો
સુરતમાં ગરમીની શરૂઆત થતાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે. લાલદરવાજા બસ રેપિડ ટ્રાન્ઝિટ માર્ગ પાસે રસ્તા પરનું ડામર પીગળવા લાગ્યું હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ રસ્તાનું નિર્માણ માત્ર 2 મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું. ગરમી વધતા રસ્તા પરનું ડામર નરમ પડી જતા વાહનોના ટાયર પર ચોંટી રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને લઈને રસ્તા નિર્માણની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે અને લાખો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓમાં યોગ્ય ગુણવત્તાનું ધ્યાન કેમ રાખવામાં આવતું નથી તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
-
અમદાવાદ: શહેરમાં કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત કરવા પ્રયાસ
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા નવા ઝોન-8ની સત્તાવાર જાહેરાત બાદ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે ઝોન-8 હેઠળ આવતા વિસ્તારો અને પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. રામોલ પોલીસ સ્ટેશનમાં નવી ઝોન-8 ઉપ પોલીસ કમિશનર કચેરી કાર્યરત કરવામાં આવી છે. નવા ઝોન-8માં ઓઢવ, નિકોલ, રામોલ અને વટવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વટવા જી.આઈ.ડી.સી. અને નવનિર્મિત વસ્ત્રાલ પોલીસ સ્ટેશન પણ સામેલ છે. ઝોન-8ના ગઠન બાદ હવે ઝોન-4 અને ઝોન-5ના કાર્યક્ષેત્રમાં પણ ફેરફાર થવાનો છે.
-
આંબરડી સફારી પાર્ક બન્યું આકર્ષણનું કેન્દ્ર
આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન કુલ 2,07,447 લોકોએ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી છે. તેમાં 2,07,419 ભારતીય મુલાકાતીઓ અને 28 વિદેશી મુલાકાતીઓનો સમાવેશ થાય છે. ભારતીય મુલાકાતીઓ પાસેથી પાર્કને 3,49,58,830 રૂપિયાની આવક થઈ છે, જ્યારે વિદેશી નાગરિકો પાસેથી 62,540 રૂપિયાની આવક નોંધાઈ છે. કુદરતી સૌંદર્ય અને વન્યજીવનને નજીકથી જોવા મળતી તકને કારણે આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓમાં દિવસેધિવસ વધુ લોકપ્રિય બનતું જાય છે.
-
સુરતઃ યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં લોકોની ચિંતા વધી
સુરતમાં યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે લોકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. શહેરમાં રસોઈ ગેસ સિલિન્ડર માટે ઓનલાઈન બુકિંગ બંધ થતા લોકો ગેસ એજન્સીઓ પર ઉમટી રહ્યા છે અને અનેક જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડશે તેવી આશંકા લોકોમાં ફેલાઈ છે, કારણ કે ઓનલાઈન બુકિંગ કરાવતા હોવા છતાં બુકિંગ પ્રક્રિયા પૂર્ણ થતી નથી. સરકારે તારીખમાં ફેરફાર કરતા લોકોમાં વધુ ચિંતા ઊભી થઈ છે. આ પરિસ્થિતિમાં નાગરિકો દ્વારા ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં અને નિયમિત રીતે મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માગ ઉઠી રહી છે.
-
PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં અધધ રોકાણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે મોટું રોકાણ થશે. સાણંદ ખાતે આ ઉદ્યોગ હેઠળ કુલ 33,407 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. છેલ્લા બે વર્ષમાં ચાર ખાનગી કંપનીઓ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે. 15 જૂન 2023ના રોજ સાણંદ GIDCને મેન્યુફેક્ચરિંગની મીની સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી.
-
ધારાસભ્યો માટે થયું યોગનું આયોજન
ધારાસભ્યો માટે ખાસ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. નવા ધારાસભ્ય ક્વાર્ટરમાં વિશેષ આયોજન હેઠળ આવતીકાલથી ત્રણ દિવસ માટે તમામ ધારાસભ્યો માટે યોગ શિબિર યોજાશે. યોગ શિબિર કેમ્પનું આયોજન યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. આવતીકાલે સાંજે યોગ સંવાદ પણ યોજાશે. 12 અને 13 તારીખે સવારે 6:00 થી 7:30 દરમિયાન યોગ શિબિર યોજાશે અને તમામ 182 ધારાસભ્યો માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
-
ગાંધીનગર: ગરમી વધતા શાળાના સમયમાં ફેરફારની માગ
ગાંધીનગરમાં ગરમી વધતા શાળાના સમયમાં ફેરફાર કરવાની માગ રજૂ કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિધાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ગરમીના કારણે વિધાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર થાય છે અને ઉનાળાના વેકેશન સુધી સવારનો સમય રાખવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત આવશે ગુજરાત મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત મુલાકાતે આવશે. 31 માર્ચે ગુજરાત આવી શકે છે. ઉત્તર ગુજરાતની મુલાકાત લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા PMની ગુજરાત મુલાકાત મહત્વની છે.
-
મોરબીઃ હળવદમાં સમાધાન માટે એકઠા થયેલ બે પરિવારો વચ્ચે મારામારી
મોરબી જિલ્લાના હળવદમાં સમાધાન માટે એકઠા થયેલા બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. કડિયાણા ગામ નજીક રસ્તા પર જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે અગાઉ થયેલી માથાકૂટ બાદ સમાધાનમાં આવેલા પરિવારોએ ફરીથી બબાલ કર્યો હતો. બંને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. ઘટનાની તપાસમાં પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
-
ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન આર્થિક સંકટમાં ધકેલાયું
ઈરાન-અમેરિકા યુદ્ધની વચ્ચે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે સરકારી ઓફિસો તેમજ અદાલતોમાં ખર્ચ ઘટાડવાના પગલાં લેવા શરૂ કર્યા છે. તેના અનુસાર ઉચ્ચ અદાલતો અને જિલ્લા અદાલતો અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કામ કરશે. શુક્રવાર અને શનિવારે ફક્ત તાત્કાલિક કેસોની સુનાવણી જ થશે. આર્થિક સંકટના સંજોગમાં ઉચ્ચ અદાલતના ન્યાયાધીશો માટે બળતણ ખર્ચમાં પચ્ચીસ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે અને ન્યાયિક અધિકારીઓ માટે બળતણ ખર્ચમાં પચાસ ટકા ઘટાડો કરાયો છે. ન્યાયાધીશો સાથે વધારાના પ્રોટોકોલ વાહનો પણ નહીં જાય. વધતા ખર્ચને ઓછું કરવા માટે વકીલો માટે કોર્ટમાં ઓનલાઈન જોડાવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તમામ કેસોની સુનાવણી થતી રહે અને ખર્ચ પર નિયંત્રણ રહે.
-
જામનગર: શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી
જામનગર શહેરમાં વિવિધ પેટ્રોલ પંપ પર અચાનક મોટી સંખ્યામાં વાહનચાલકો ઉમટતા લાંબી કતારો જોવા મળી હતી. ઈંધણની અછત થવાની આશંકાને કારણે લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પંપ પર પહોંચી ગયા હતા. જેના કારણે અનેક સ્થળોએ પેટ્રોલ પંપ બહાર રસ્તા સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ભારે ભીડના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તા પર વાહન વ્યવહારની સમસ્યા પણ સર્જાઈ હતી અને અવરજવર ધીમી પડી ગઈ હતી.
-
ઈરાન-અમેરિકા યુદ્ધની ગુજરાતમાં અલંગના શિપ બ્રેકિંગ યાર્ડને પણ પહોંચી અસર
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો પર સંકટના વાદળો છવાયા છે. આ પરિસ્થિતિની અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને Alang Ship Breaking Yardમાં ગેસ પુરવઠો ઓછો મળતા ચિંતા વધતી જોવા મળી છે. ગેસની અછતને કારણે શિપ તોડક કંપનીઓએ પોતાની કામગીરી ધીમી કરી દીધી છે, જેના કારણે ઉદ્યોગ સાથે જોડાયેલા વેપાર અને રોજગારી પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
દિલ્લીઃ CM ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાનના આવાસસ્થાને યોજાયેલી આ બેઠક દરમિયાન ગુજરાત રાજ્યના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, આવનારા પ્રકલ્પો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલન અંગે પણ વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો
-
અમરેલી: 5 વર્ષનાં બાળકનો શિકાર કરનાર સિંહણ પાંજરે પુરાઇ
અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના માણાવાવ ગામે એક સિંહણે ૫ વર્ષના બાળક પર હુમલો કરી તેને ઢસડીને દૂર લઈ જઈ શિકાર કર્યો હતો. ખેતમજૂર પરિવારના આ બાળકનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ વનવિભાગ સક્રિય બન્યો હતો અને ઉપ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ સિંહણને પકડવા માટે ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સરસિયા વિસ્તારના રેન્જ વન અધિકારી સહિત વનવિભાગની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ વિસ્તારોમાં તાત્કાલિક પાંજરા મુકવામાં આવ્યા હતા. અંતે સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળતા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.
-
ભારતમાં હવાઈ મુસાફરી પર ઈરાન યુદ્ધની અસર
ઇરાન વિસ્તારમાં વધતી યુદ્ધની પરિસ્થિતિ અને વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલની કિંમતોમાં વધારો થવાના કારણે ભારતમાં હવાઈ મુસાફરી પર તેની સીધી અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને Air Indiaએ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. આવતીકાલથી ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ પર રૂ. 399નો વધારાનો સરચાર્જ લાગુ થશે. જેટ ફ્યુઅલના વધતા ખર્ચને કારણે એરલાઇનને આ નિર્ણય લેવો પડ્યો હોવાનું જણાવાયું છે. સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની ટિકિટના ભાડામાં પણ વધારો થવાની શક્યતા છે. એર ઇન્ડિયા દ્વારા આ ફ્યુઅલ સરચાર્જ તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે, જેના કારણે મુસાફરોને હવાઈ મુસાફરી માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે.
-
રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ ઓઇલ રિફાઇનરી બનાવવા માટે રિલાયન્સના રોકાણની જાહેરાત કરી
રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ ઓઇલ રિફાઇનરી બનાવવા માટે રિલાયન્સના રોકાણની જાહેરાત કરી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રોકાણની મદદથી 50 વર્ષમાં પ્રથમ નવી ઓઇલ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી.
President Trump announces Reliance investment to build American oil refinery
Read @ANI Story https://t.co/NrvndrxTan#US #OilRefinery #Trump pic.twitter.com/xgC9oSXGWu
— ANI Digital (@ani_digital) March 10, 2026
Published On - Mar 11,2026 7:26 AM
Follow Us
Watermelon: ઉનાળાનું ફળ તરબૂચ છે હેલ્ધી, જાણો તેમાં રહેલા વિટામિનની માહિતી
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?
