IND vs ENG : 430 રન ફટકારનાર શુભમન ગિલને એવોર્ડમાં મળી દારૂની બોટલ, કિંમત જાણી ચોંકી જશો
શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં બેવડી સદી અને બીજી ઈનિંગમાં સદી મળી કુલ 430 રન ફટકાર્યા હતા. મેચ જીત્યા બાદ શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ જીત્યા બાદ ગિલને દારૂની બોટલ આપવામાં આવી હતી, જાણો તેની કિંમત કેટલી છે?

શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઈનિંગમાં બેવડી સદી અને બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. રસપ્રદ વાત એ છે કે તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ તરીકે દારૂની બોટલ આપવામાં આવી હતી.

ભારતમાં સામાન્ય રીતે સારું પ્રદર્શન કરનાર ખેલાડીને મોટી રકમનો ચેક આપવામાં આવે છે, પરંતુ ઈંગ્લેન્ડમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનારને દારૂ અથવા શેમ્પેન ભેટમાં આપવામાં આવે છે. શુભમન ગિલ સાથે પણ આવું જ બન્યું અને મોટી વાત એ છે કે તેને મળેલા દારૂની કિંમત પણ ચોંકાવનારી છે.

એજબેસ્ટન ટેસ્ટમાં શુભમન ગિલે પહેલી ઈનિંગમાં 269 રન અને બીજી ઈનિંગમાં 161 રન બનાવ્યા હતા. એટલે કે તેણે કુલ 430 રનનું યોગદાન આપ્યું હતું. આ અદ્ભુત બેટિંગના દમ પર ભારતે ઈંગ્લેન્ડને 600થી વધુ રનનો ટાર્ગેટ આપ્યો અને અંતે ભારતે ઈંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું.

ક્રિકેટ ઓફિશિયલ્સે પણ શુભમનની ઈનિંગને સલામ કરી અને તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. ગિલને આ માટે મેડલ આપવામાં આવ્યો અને દારૂની બોટલ પણ આપવામાં આવી. આ ઈંગ્લેન્ડનો એવોર્ડ વિજેતા દારૂ છે અને તેની કિંમત ભારતીય રૂપિયામાં 21000 થી વધુ છે.

એજબેસ્ટન ટેસ્ટમાં ગિલે ઘણા રેકોર્ડ તોડ્યા. ગિલ ક્રિકેટ ઈતિહાસમાં એક ટેસ્ટમાં 430, ODIમાં 208 અને T20માં 126 રન બનાવનાર એકમાત્ર ખેલાડી બન્યો. ગિલની 269 રનની ઈનિંગ ભારતીય કેપ્ટન તરીકે સૌથી મોટી ઈનિંગ હતી. ગિલ એક જ ટેસ્ટમાં 250 અને 150 થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી બન્યો. (All Photo Credit: PTI / Getty Images)
ટીમ ઈન્ડિયાનો યુવા કેપ્ટન શુભમન ગિલ ઈંગ્લેન્ડમાં ધમાલ મચાવી રહ્યો છે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
