મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડનું ધમંડ તોડ્યું, આવો છે ટીમ ઇન્ડિયાની જીતના સ્ટારનો પરિવાર
મોહમ્મદ સિરાજનો જન્મ 13 માર્ચ 1994ના રોજ હૈદરાબાદમાં થયો હતો , જે એક ભારતીય ક્રિકેટર છે ફાસ્ટ બોલિંગ માટે જાણીતો છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સ્થાનિક ક્રિકેટમાં હૈદરાબાદ તરફથી પણ રમે છે. 2017માં તે સનરાઇઝર્સ હૈદરાબાદની IPL ટીમ માટે રમ્યો હતો. તો આજે તેના પરિવાર વિશે જાણીએ.

મોહમ્મદ સિરાજે સાઉથ આફ્રિકાના પાંચ બેટ્સમેન પેવેલિયન પરત કર્યા છે.ભારતીય ટીમ એ આશા સાથે સાઉથ આફ્રિકા આવી હતી કે તે આ વખતે ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચશે કારણ કે ટીમ ઈન્ડિયા આફ્રિકામાં અત્યાર સુધી કોઈ ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. આજે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહીછે.

સિરાજનો જન્મ 13 માર્ચ 1994ના રોજ હૈદરાબાદ, તેલંગાણામાં થયો હતો. તેમના પિતા મોહમ્મદઓટો રિક્ષા ચલાવતા હતા અને તેમની માતા શબાના બેગમ ગૃહિણી છે. તેમના મોટા ભાઈ મોહમ્મદ ઈસ્માઈલ એન્જિનિયર છે.

7 વર્ષની ઉંમરમાં જ સિરાજે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતુ. શરુઆતમાં તે ટેનિસ બોલથી રમતો હતો. પિતાની દરરોજની આવક ખુબ ઓછી હતી પરંતુ પુત્રને દરરોજના 100 રુપિયા આપતા હતા. અંતે મોહમ્મદ સિરાજની મહેનત રંગ લાવી.

વર્ષ 2015-16માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પગ રાખ્યો હતો. 2016-17માં રણજી ટ્રોફીમાં તેમણે 41 વિકેટ લીધી હતી. ફર્સ્ટ ક્લાસમાં શાનદાર પરફોર્મન્સ કરનાર સિરાજને સનરાઈઝર્સ હૈદરાબાદે 2.6 કરોડમાં ખરીદ્યો હતો.

એક ઈન્ટરવ્યુ દરમિયાન સિરાજે જણાવ્યું કે 'મિયાં મેજિક' નામ તેને સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી એબી ડીલિવિયર્સે આપ્યું હતું.સિરાજે 4 નવેમ્બરના રોજ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રાજકોટમાં ટી 20 મેચમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતુ. આ મેચમાં સિરાજે 4 ઓવરમાં 53 રન આપી 1 વિકેટ લીધી હતી.

વર્ષ 2019માં સિરાજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચની સિરીઝમાં સિલેક્ટ થયો હતો. આ દરમિયાન તેના પિતાનું નિધન થયું હતુ. સિરાજ ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટાઈનમાં હતો જેના કારણે પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો ન હતો.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
