Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદો સાથે જોડાયેલી છે, આ છે 5 મોટા વિવાદો
ICC ચેમ્પિયન ટ્રોફી 2025 શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આઈસીસીની આ ટૂર્નામેન્ટમાં અનેક વિવાદો થયા છે. તો ચાલો જાણીએ ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલા વિવાદો ક્યા કયા હતા.

પાકિસ્તાન અને દુબઈમાં 19 ફ્રેબુઆરીના રોજ ચેમ્પિયન ટ્રોફીની શરુઆત થવા જઈ રહી છે. આ આઈસીસી ટૂર્નામેન્ટમાં 8 ટીમ ભાગ લઈ રહી છે. તમામ ટીમોએ પોતાના સ્કવોડની જાહેરાત કરી દીધી છે. તેમજ આ ટૂર્નામેન્ટના શેડ્યૂલની પણ જાહેરાત થઈ ચૂકી છે. ટુંક સમયમાં ક્રિકેટ ચાહકો આ આઈસીસી ટૂર્નામેન્ટની ધમાલ જોવા મળશે. પરંતુ આ વખતે ચેમ્પિયન ટ્રોફીને લઈ અનેક વિવાદો જોવા મળ્યા છે. તો ચાલો એક નજર કરીએ 5 મોટા વિવાદો જે ખુબ ચર્ચામાં રહ્યા છે.

લાંબા સમય બાદ પાકિસ્તાન કોઈ આઈસીસી ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે પરંતુ ટીમ ઈન્ડિયાએ સુરક્ષા કારણોને લઈ પાકિસ્તાન જવાની ના પાડી હતી. ત્યારબાદ આઈસીસીએ હાઈબ્રિડ મોડલને મંજુરી આપી હતી. ભારતીય ટીમ પોતાની તમામ મેચ હવે દુબઈમાં રમશે. ટીમ ઈન્ડિયા જો સેમિફાઈનલ અને ફાઈનલમાં પહોંચે છે. તો આ મેચ દુબઈમાં રમાશે. બાકી મેચ પાકિસ્તાનમાં જ રમાશે.

ભારતે જ્યારે ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન જવાની ના પાડી તો પાકિસ્તાને પણ પોતાની અકડ દેખાડી હતી. પાકિસ્તાની ટીમે આવનાર આઈસીસ ટૂર્નામેન્ટ માટે ભારત પ્રવાસ કરવાની ના પાડી છે. ભારત તરફથી પાકિસ્તાને પોતાની મેચ માટે હાઈબ્રિડ મોડલની માંગ કરી હતી.

અફઘાનિસ્તાનમાં વર્ષ 2021માં તાલિબાનની વાપસી બાદથી મહિલાઓને કોઈ પણ રમત રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ કારણે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ મુસીબત આવી હતી. મહિલાઓને બહાર નીકળવાથી લઈ તેનું શિક્ષણ તમામ અધિકારો છીનવી લીધા હતા. અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચારને લઈ ઈંગ્લેન્ડના કેટલાક રાજકારણીઓએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ને પત્ર લખીને વિનંતી કરી હતી કે ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન સાથેની મેચ ન રમે. જો કે, ECBએ આ અંગે કોઈ નિર્ણય લીધો ન હતો અને તેના રાજકારણીઓની આ માંગને ફગાવી દીધી હતી.

સામાન્ય રીતે કોઈ દેશમાં ટૂર્નામેન્ટ આયોજન કરવામાં આવે છે. તો તમામ દેશની જર્સી પર તે દેશનું નામ હોય છે. પરંતુ એવા સમાચાર આવ્યા હતા કે, ભારતની જર્સી પર પાકિસ્તાનનું નામ નહિ હોય. આ મામલાને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને ફરિયાદ કરી હતી. ત્યાબાદ સ્પષ્ટ થયું હતુ કે, ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખેલું રહેશે. બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, આપણે આઈસીસીની ગાઈડલાઈનને ફોલો કરીશું. અમે ICCની સૂચના મુજબ કરીશું.

ICCએ હાલમાં ચેમ્પિયન ટ્રોફી માટે અમ્પાયર અને મેચ રેફરીની જાહેરાત કરી છે પરંતુ તેમાં એક પણ ભારતીય નામ સામેલ નથી. રિપોર્ટ મુજબ ભારતીય અમ્પાયર નિતિન મેનનને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રોસ્ટરમાં સામેલ કરવા માંગતી હતી પરંતુ નિતિને અંગત કારણોસર પાકિસ્તાન જવાની ના પાડી હતી. તેમજ ભારતના પૂર્વ ખેલાડી મેચ રેફરી જ્વાગલ શ્રીનાથે પહેલા જ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી દરમિયાન રજા માંગી હતી.
આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. આ પછી ODI ક્રિકેટ છે જે 50 ઓવર પ્રતિ ઇનિંગ્સની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર, સૌથી ટૂંકું ફોર્મેટ T20 ક્રિકેટ છે. ક્રિકેટના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































