AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભુવનેશ્વર કુમારનો જર્સી નંબર 87 કેમ છે? પોતે જ કર્યો મોટો ખુલાસો

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાં ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું, પરંતુ તેની 87 નંબરની જર્સી ચર્ચામાં આવી છે. પહેલા તે 15 નંબરની જર્સી પહેરતો હતો, જોકે હવે તે 87 નંબરની જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો હતો. 4 વર્ષ બાદ ટીમમાં પરત ફરેલા ભુવીએ જણાવ્યું કે તેણે આ નંબર કેમ પસંદ કર્યો.

| Updated on: Oct 24, 2026 | 7:43 PM
Share
4 વર્ષ બાદ ટીમમાં પરત ફરેલા ભુવનેશ્વર કુમારે ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીની પહેલી બે મેચમાં કઈં ખાસ પ્રદર્શન નથી કર્યું, પરંતુ ભુવનેશ્વર કુમારની 87 નંબરની જર્સી ચર્ચામાં આવી છે.

1 / 8
ભુવનેશ્વરે 87 નંબરની જર્સી પસંદ કરવા પાછળનું કારણ જણાવતાં કહ્યું કે તે એવો નંબર ઇચ્છતો હતો જેના અંકોનો સરવાળો 6 થાય.

2 / 8
ભુવનેશ્વરે 15 સહિતના કેટલાક નંબર પસંદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અન્ય ખેલાડી પાસે હતો.

3 / 8
અંતે 87 નંબર ઉપલબ્ધ હતો અને તેના અંકોનો સરવાળો પણ 6 થતો હતો, તેથી ભુવીએ આ નંબર પસંદ કર્યો.

4 / 8
ભુવનેશ્વરે જર્સી અંગે વધુ એક રસપ્રદ વાત જણાવી. શરૂઆતમાં તેની જર્સી પર ‘કુમાર’ લખેલું પણ નહોતું. તેથી નવી જર્સી પહેરતી વખતે તેને થોડો સમય લાગ્યો કે આ ખરેખર તેની જર્સી છે.

5 / 8
બોલિંગ ઉપરાંત ભુવનેશ્વરે ક્રિકેટમાં આવેલા બદલાવ અંગે પણ વાત કરી. તેના મતે IPLએ તેના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને બેટ તથા બોલ વચ્ચેનું સંતુલન સતત બદલાઈ રહ્યું છે.

6 / 8
ઇમ્પેક્ટ પ્લેયર નિયમ બાદ બેટ્સમેનો વધુ આક્રમક બની રહ્યા છે અને ઘણી વખત પ્રથમ બોલથી જ હુમલો કરવાનો પ્રયાસ કરે છે. ભુવનેશ્વર માને છે કે આ સ્થિતિમાં બોલરોએ પણ પોતાની રમત પ્રમાણે બદલાવ કરવો જરૂરી છે.

7 / 8
ભુવનેશ્વરે સ્પષ્ટ કહ્યું કે બોલરોએ પોતાને શિકાર માનવા જોઈએ નહીં. તેના મતે સારો બોલર બેટ્સમેનને નિયંત્રિત કરી શકે છે અને તેને પોતાની ઇચ્છા મુજબ શોટ રમવા માટે મજબૂર કરી શકે છે. (PC:PTI/X)

8 / 8

Breaking News: બેટિંગ સાથે ફિલ્ડિંગમાં પણ કમાલ… તિલક વર્માએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, બન્યો નંબર-1 ફિલ્ડર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">