શું RCB સામે મોટી કાર્યવાહી થશે? આ તારીખે BCCI લેશે મોટો નિર્ણય, એક મોટું અપડેટ સામે આવ્યું
3 જૂનના રોજ આરસીબીની ટીમ આઈપીએલ ચેમ્પિયન બની હતી. આને લઈ બેંગ્લુરુ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 4 જૂનના રોજ એક વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો જેમાં અંદાજે 11 લોકોના મોત થયા હતા. આને લઈ હવે બીસીસીઆઈ એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે.

આઈપીએલ 2025નો ખિતાબ આરસીબીની ટીમના નામે રહ્યો છે પરંતુ ઐતિહાસિક જીત બાદ જશ્નના સવાલો પણ ઉઠી રહ્યા છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાલમાં ભાગદોડ મચી હતી. જેને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડને ગંભીર પગલા લેવા મજબુર કરી છે. આ ધટનામાં અંદાજે 11 લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા. આવી ઘટના ફરી ન થાય તેને લઈ બીસીસીઆઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે.

આ અકસ્માત બાદ બીસીસીઆઈ પોતાની 28મી અપેક્સ કાઉન્સિલની મીટિંગમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જશ્ન માટે કેટલાક દિશાનિર્દેશ તૈયાર કરવા પર વિચાર વિમર્શ કરવા જઈ રહી છે. આ બેઠક શનિવારના રોજ આયોજિત થશે. જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, બુધવારના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જે સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તે સમયે અંદાજે 2.5 લાખ ચાહકો તેમના મનપસંદ ક્રિકેટ સ્ટાર્સને જોવા માટે સ્ટેડિયમની અંદર અને આસપાસ એકઠા થયા હતા. આ ભીડે નાસભાગનું સ્વરૂપ લીધું, જેના પરિણામે આ દુ:ખદ અકસ્માત સર્જાયો.

બીસીસીઆઈએ સ્વીકાર કર્યું કે, આ ઈવેન્ટને મેનેજમેન્ટ સારી રીતે કરી શકાતું હતુ. હવે આ ઘટનાને ગંભીરતાથી લેતા બોર્ડે પોતાની આગામી મીટિંગના એજન્ડામાં સામેલ કર્યું છે.

બીસીસીઆઈના એક સુત્રએ પીટીઆઈને જણાવ્યું કે, શનિવારની બેઠકમાં આઈપીએલમાં જીતના જશ્નના આયોજન માટે સ્પષ્ટ અને સુરક્ષિત દિશાનિર્દેશ બનાવવા પર ચર્ચા થશે. આવી ઘટના હવે ન સર્જાય તેના માટે મોટું પગલા લઈ રહી છે. આ દિશાનિર્દોશનો ઉદ્દેશ્ય ચાહકોની સુરક્ષા કરવી.

આ મીટિંગમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આગામી ક્રિકેટ સીરિઝ માટે વેન્યુના સિલેક્શ પર પણ વિચાર કરી શકાય.આ સીરિઝ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુબ મહત્વની છે.

આ માટે, યોગ્ય મેદાન પસંદ કરવું એ BCCI ની પ્રાથમિકતા રહેશે. બેઠકમાં એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવશે તે છે વય ચકાસણી પ્રક્રિયાની સમીક્ષા. બીસીસીઆઈનો આ પ્રયાસ વય-જૂથ ક્રિકેટમાં, ખાસ કરીને અંડર-16 (છોકરાઓ) અને અંડર-15(છોકરીઓ) માં, વય-છેતરપિંડી અટકાવવાનો છે. બોર્ડ આ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાના રસ્તાઓ પર વિચાર કરશે.
આઈપીએલ 2025નો ખિતાબ આરસીબીની ટીમના નામે રહ્યો છે પરંતુ ઐતિહાસિક જીત બાદ જશ્નના સવાલો પણ ઉઠી રહ્યા છે. આરસીબીના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
