Axar Patel Engagement: અક્ષર પટેલે કરી સગાઈ, જન્મદિવસ નિમિત્તે ગર્લફ્રેન્ડને પહેરાવી વીંટી, જુઓ તસવીરો

ક્રિકેટર અક્ષર પટેલે (Axar Patel) ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી, તેના 28માં જન્મદિવસને ખાસ બનાવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 10:45 AM
ટીમ ઈન્ડિયાના બાપુ એટલે કે ઓલરાઉન્ડર અક્ષર પટેલે (Axar Patel) સગાઈ કરી લીધી છે. પોતાના જન્મદિવસને ખાસ બનાવીને તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી. ભારતીય ક્રિકેટરે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને સગાઈની જાણકારી આપી હતી.

1 / 6
સોશિયલ મીડિયા પર સગાઈની તસવીરો શેર કરતા અક્ષર પટેલે લખ્યું, “આ જીવનની નવી શરૂઆત છે, આપણે કાયમ માટે સાથે થયા છીએ. તને હંમેશ માટે પ્રેમ કરતો રહીશ."

2 / 6
અક્ષર પટેલે 20 જાન્યુઆરીના રોજ તેના 28મા જન્મદિવસની ઉજવણીની મજા બમણી કરી જ્યારે તેણે ગર્લફ્રેન્ડ મેહાને સગાઈની વીંટી પહેરાવી. આ ખાસ અવસર પર અક્ષર અને મેહાના પરિવારના સભ્યો ઉપરાંત કેટલાક નજીકના સંબંધીઓ પણ હાજર હતા.

3 / 6
અક્ષરે તેના જન્મદિવસને ખાસ બનાવવા માટે કેવી તૈયારી કરી લીધી હતી, તેનો અંદાજ તેની બર્થડે પાર્ટીની તસવીરો પરથી લગાવી શકાય છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે જ્યારે અક્ષર તેની ગર્લફ્રેન્ડ મેહાને સગાઈની વીંટી પહેરાવી રહ્યો છે ત્યારે તેની પાછળ 'મેરી મી'નું બોર્ડ પણ છે.

4 / 6
ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઈજાના કારણે હાલમાં ટીમ ઈન્ડિયાથી દૂર છે. આ જ કારણ છે કે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પણ જઈ શક્યો ન હતો. ઈજાના કારણે તે શ્રીલંકા સામેની હોમ સિરીઝમાં પણ રમે તેવી શક્યતા ઓછી છે.

5 / 6
અક્ષરનું ગત વર્ષ શાનદાર રહ્યું હતું. તેણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 3 ટેસ્ટમાં 27 વિકેટ લીધી હતી. આ પછી નવેમ્બર-ડિસેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામે કાનપુરથી મુંબઈ સુધી રમાયેલી હોમ ટેસ્ટ સિરીઝમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. કાનપુર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેણે 5 વિકેટ ઝડપી હતી. તો મુંબઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તેણે અડધી સદી ફટકારી હતી.

6 / 6
Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી

સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !

રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ

આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા

વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય

રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video

ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video

મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત

રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે

અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

g clip-path="url(#clip0_868_265)">