IND vs PAK : એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં કોનો હાથ ઉપર ? જાણો હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બરે એકબીજા સામે ટકરાશે. વિશ્વભરના લાખો રમતપ્રેમીઓ એશિયા કપ 2025 ની આ મેચની રાહ જોઈ રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે એશિયા કપમાં બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ કેવો છે, કોનો હાથ ઉપર છે?

એશિયા કપ 2025ની સૌથી મોટી મેચ 14 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. દુનિયાભરના કરોડો ફેન્સ ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહ્યા છે.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં કોનો હાથ ઉપર છે? આ મેચ જીતવાના ચાન્સ કોના વધુ છે? આ બધા સવાલોના જવાબ જાણવા બંને ટીમો આંકડા સમજવા પડશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 T20 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 9 મેચ જીતી છે અને પાકિસ્તાને 3 મેચ જીતી છે.

પાકિસ્તાને એશિયા કપમાં જ ભારત સામે છેલ્લી T20 મેચ જીતી હતી. વર્ષ 2022માં યોજાયેલી આ મેચમાં તેણે ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું. પરંતુ તે પછી યોજાયેલી બે મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું.

એશિયા કપના ODI ફોર્મેટની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાઈ હતી, જેમાંથી 5 પાકિસ્તાને અને 8 ભારતે જીતી હતી, 2 મેચ અનિર્ણિત રહી હતી. એશિયા કપના વન-ડે ફોર્મેટમાં ભારત સામે પાકિસ્તાનનો છેલ્લો વિજય વર્ષ 2014માં થયો હતો.

હાલના સમયની વાત કરીએ તો, ભારતીય ટીમ પાકિસ્તાન કરતા ઘણી મજબૂત છે. ભારત વિશ્વની નંબર 1 T20 ટીમ છે. વિશ્વના ટોચના 2 બેટ્સમેન અભિષેક શર્મા અને તિલક વર્મા એશિયા કપમાં રમી રહ્યા છે.

આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીઓ પણ ટીમમાં છે. જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ પણ ટીમમાં છે. વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક કુલદીપ યાદવ પણ શાનદાર ફોર્મમાં છે.

એશિયા કપ પહેલા પાકિસ્તાને T20 ત્રિકોણીય શ્રેણીમાં પોતાની તાકાત બતાવી છે. તે અફઘાનિસ્તાનને હરાવીને ત્રિકોણીય શ્રેણીમાં ચેમ્પિયન બન્યું. પાકિસ્તાને છેલ્લી પાંચ T20 મેચમાંથી ચાર જીતી હતી.

રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાને આ બધી જીત પહેલા બેટિંગ કરીને મેળવી હતી. જોકે, દુબઈમાં છેલ્લી પાંચ મેચમાંથી ચાર મેચમાં તે હારી ગયું છે. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયા સામે તેનું પ્રદર્શન કેવું રહેશે? (All Photo Credit : PTI / GETTY / X)
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાશે. એશિયા કપ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
