Shreyas Iyer Replacement : રાતોરાત સ્ટાર બનેલો ખેલાડી પણ લઈ શકે છે શ્રેયસ અય્યરનું સ્થાન
શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે મેચમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે, તે ડ્રેસિગ રુમમાં બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ હવે તે સાઉથ આફ્રિકાની સીરિઝમાં તેના સ્થાને કોણ જગ્યા લેશે તેના પર સવાલો થઈ રહ્યા છે.

ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડેમાં ફીલ્ડિંગ કરતા સમયે ઈજા થઈ હતી. તેને સિડનીની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.

હાલમાં તેના સ્વાસ્થમાં સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ બીસીસીઆઈની મેડિકલ ટીમનો એક સભ્ય તેની સાથે સિડનીમાં છે. તેની રિકવરીમાં વધુ સમય લાગી શકે છે.

ભારતમી આગામી વનડે સીરિઝ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરેલું મેદાન પર 30 નવેમ્બરથી શરુ થઈ રહી છે. ત્યારે અય્યરનું સ્થાન કોણ લેશે તેના પર ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ રિપોર્ટમાં આ 3 ખેલાડીઓને નામની ચર્ચાઓ થઈ રહી છે. તો ચાલો જાણીએ કોણ છે આ ખેલાડીઓ જે અય્યરનું સ્થાન લઈ શકે છે.

બીજું નામ છે તિલક વર્માનુ. તિલક વર્માએ ગત્ત મહિને એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન વિરુદ્ધ ટીમને જીત અપાવી હતી. અને રાતોરાત સ્ટાર બની ગયો હતો. તેમણે 2023માં બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે ડેબ્યુ કર્યું હતુ. તેમણે માત્ર 4 મેચમાં 68 રન બનાવ્યા છે. પરંતુ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

પહેલું અને સૌથી મોટું નામ સંજુ સેમસનનું છે. સંજુ સેમસનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝથી બહાર રાખવામાં આવ્યો હતો કારણ કે, તે આ ફોર્મેટમાં ઉપરના ક્રમે બેટિંગ કરે છે. હવે જ્યારે નંબર 4નું સ્થાન ખાલી છે તો સેમસનને તક મળી શકે છે. તેમનું છેલ્લી વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ.

ત્રીજો વિક્લ્પ છે રિયાન પરાગ, રિયાન પરાગે ગત્ત વર્ષે શ્રીલંકા વિરુદ્ધ વનડેમાં ડેબ્યુ કર્યું હતુ. ઈજાના કારણે તે ટીમમાંથી બહાર થયો હતો. તેમણે માત્ર એક મેચ રમી અને 15 રન બનાવ્યા છે સાથે 9 ઓવરમાં 3 વિકેટ પણ લીધી છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
