Silver Rate: રોકાણકારો માટે ખતરો! વિશ્વની સૌથી મોટી બેંકે ચાંદીને લઈને એલર્ટ બહાર પાડ્યું, હવે આ ચેતવણી પાછળનું મુખ્ય કારણ કયું?
વર્ષ 2025 માં શાનદાર રિટર્ન આપ્યા બાદ ચાંદીને લઈને રોકાણકારો માટે ચેતવણી બહાર આવી છે. ખાસ વાત એ છે કે, આ ચેતવણી વિશ્વની સૌથી મોટી બેંક દ્વારા કરવામાં આવી છે.

વર્ષ 2025 માં શાનદાર રિટર્ન આપ્યા બાદ ચાંદીને લઈને રોકાણકારો માટે ચેતવણી બહાર આવી છે. વિશ્વની સૌથી મોટી બેંક 'HSBC' એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને વર્ષ 2026 માં તીવ્ર વધઘટ જોવા મળી શકે છે. બેંકના જણાવ્યા અનુસાર, ઊંચા ભાવ અને બદલાતી સપ્લાય-ડિમાન્ડની સ્થિતિને કારણે જબરદસ્ત કરેક્શન આવી શકે છે.

HSBC ના મેટલ્સ આઉટલુક રિપોર્ટ અનુસાર, મજબૂત રોકાણ અને ક્લીન એનર્જી સેક્ટરમાં ઔદ્યોગિક માંગમાં વધારો થવાને કારણે ચાંદીના ભાવમાં ગયા વર્ષે વધારો થયો છે. બેંકે જણાવ્યું કે, વર્ષ 2025 માં વૈશ્વિક ચાંદીની માંગ લગભગ 1.2 અબજ ઔંસ સુધી પહોંચી ગઈ છે. આ માંગનો મોટો હિસ્સો સોલાર પેનલ ઉત્પાદન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહનોનો હતો.

HSBC નો અંદાજ છે કે, વર્ષ 2026 માં ચાંદીની માંગ ધીમી પડી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, સૌર ક્ષમતામાં નવી વૃદ્ધિની ગતિ ધીમી પડવા અને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ઠંડી પડવાથી માંગ પર અસર પડશે.

સપ્લાય અંગે બેંકનો અંદાજ છે કે, વર્ષ 2026 માં વૈશ્વિક સિલ્વર માઇન ઉત્પાદન વધીને આશરે 1.05 બિલિયન ઔંસ સુધી પહોંચી શકે છે. આમાં લેટિન અમેરિકા તરફથી વધેલું ઉત્પાદન અને કોપર તથા ઝિંક ખાણોમાંથી મળતા 'બાય પ્રોડક્ટ'નો પણ સમાવેશ થાય છે. વધતી સપ્લાય અને નબળી પડતી ઔદ્યોગિક માંગને કારણે બજારના નુકસાનમાં ઘટાડો થઈ શકે છે તેમજ કિંમતો પર દબાણ આવી શકે છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, ચાંદી મૂળભૂત રીતે ઓવરવેલ્યુડ બની રહી છે અને તેમાં વધુ વોલેટિલિટીનું જોખમ રહેલું છે. બેંકે ચેતવણી આપી છે કે, વર્ષ 2026 માં નાના આર્થિક આંચકા પણ કિંમતોમાં તીવ્ર ઘટાડો લાવી શકે છે.

વધુમાં લાંબાગાળે ઇલેક્ટ્રિફિકેશન અને ક્લીન એનર્જી સાથે જોડાયેલ માંગ ટેકો આપી શકે છે પરંતુ ભવિષ્યમાં રિટર્ન અસમાન રહી શકે છે અને તેમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે.

રિપોર્ટ અનુસાર, સપ્લાયના અવરોધો ઘટ્યા બાદ વર્ષ 2026 માં ચાંદીમાં કરેકશન જોવા મળી શકે છે અને હાલ આ ધાતુ હાઇ રિસ્ક તથા હાઇ વોલેટિલિટીના તબક્કામાંથી પસાર થઈ રહી છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
