Breaking News : જામનગરમાં બની અજીબોગરીબ ઘટના, આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો, જુઓ Video
જામનગરના કાલવડ પંથકમાં એક અજીબોગરીબ પેરાશૂટ અકસ્માત સામે આવ્યો છે. એક યુવક 100 ફૂટની ઊંચાઈએથી પેરાશૂટ સાથે વીજ વાયર પર પટકાયો હતો. સદભાગ્યે વીજ વાયરમાં પેરાશૂટ ફસાવા છતાં યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો અને તેને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જામનગરના ગ્રામ્ય વિસ્તાર કાલવડ પંથકમાં બે દિવસ પહેલા બનેલી એક અસામાન્ય પેરાશૂટ દુર્ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના હેલીપેડ સોસાયટી નજીક બની હતી, જ્યાં એક યુવક 100 ફૂટની ઊંચાઈએથી પેરાશૂટ સાથે અચાનક નીચે પટકાયો હતો અને વીજ વાયર પર ફસાઈ ગયો હતો. આ આશ્ચર્યજનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
વીજ વાયર પર પટકાયો યુવક
પ્રાથમિક માહિતી અનુસાર આ યુવક પેરાશૂટ સાથે આકાશમાં ઊંચાઈએ ઉડી રહ્યુ હતુ, ત્યારે અચાનક કોઈ અકસ્માતના કારણે તે નીચે પડવા લાગ્યો હતો. સદભાગ્યે તેનો જીવ બચી ગયો હતો. વીજ વાયર પર પટકાયા બાદ તે પેરાશૂટ વાયરમાં ફસાઈ ગયો હતો. આ ઘટનામાં યુવકને ચમત્કારિક રીતે કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. તેને સામાન્ય માર થયો હતો, પરંતુ તબીબી સારવારની કોઈ ગંભીર જરૂર પડી ન હતી.
વીડિયોને આધારે યુવકની શોધખોળ ચાલુ
ઘટના બાદ તરત જ તેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા હતા. આ યુવક કોણ હતો અને તે ક્યાંથી આવ્યો હતો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસ પણ આ વીડિયોને આધારે યુવકની શોધખોળ કરી રહી છે. જોકે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત ન થયો હોવાથી પોલીસે આ મામલે કોઈ મોટી કાર્યવાહી હાથ ધરી નથી. આ ઘટના જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે, જ્યાં એક તરફ આવી અજીબોગરીબ દુર્ઘટના બની તો બીજી તરફ યુવકનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો

