Breaking News: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેમુદ ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- Video
મહેસાણાના કડીમાં યોજાયેલા પાટીદારોના એક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મંદિરને લૂંટનારા મહેમુદ ગઝનીને કુતરો કહ્યો. તેમણે કહ્યુ તેનામાં પણ કુતરા જેવા અપલક્ષણ હતા.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અવારનવાર તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે ત્યારે સોમનાથ મંદિર પર આક્રમણ કરનારા અને મહેમુદ ગઝની વિશે નીતિન પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ મહેમુદ ગઝની આપણા મંદિરોને લૂંટતો હતો. ન માત્ર લૂંટવાનું કામ કરતો પરંતુ તે મંદિરોને તોડી પણ નાખતો હતો. તેનામાં અનેક અપલક્ષણ હતા. વધુમાં તેમણે ઉમેર્યુ કે મારે કહેવુ ન જોઈએ પરંતુ કહેવુ જરૂરી છે કે કુતરા ક્યાય જાય તો પેશાબ કરે, તે કુતરાનું લક્ષણ છે, ગઝનીનું લક્ષણ હતુ કે લૂંટો કરવી, બહેન દીકરીઓને ઉઠાવી જવી, તેમના પર દુષ્કર્મ આચરવુ, ભવ્ય હિંદુ મંદિરોને તોડી નાખતો હતો.
કડી શહેરમાં યોજાયેલા બોંતેર ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના સ્નેહ મિલનમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે. સાથે નીતિન પટેલે લોકોને અપીલ કરતા કહ્યું કે, જો આપણે ભૂતકાળને ભૂલી જઈશું, તો આવનારો સમય અને પ્રજા આપણને માફ નહીં કરે.