ધારાસભ્ય હાર્દિક પટેલ, પાટીદાર અનામત આંદોલન બાદ હવે પાટીદાર મતદાર કાર્ડથી રાજકીય પક્ષોને નમાવશે ?
ભાજપમાં રાજકીય કોરાણે મુકાયેલા હાર્દિક પટેલની, ફરી એકવાર પાટીદાર કાર્ડ રમવાની મંછા છતી થઈ હોય તેવુ નિવેદન કર્યું છે. મહેસાણા જિલ્લાના કડી ખાતે પાટીદાર સમાજના યોજાયેલા જાહેર કાર્યક્રમમાં વિરમગામના ધારાસભય અને પાટીદાર નેતાએ કહ્યું કે, સમય આવ્યે ખબર પડશે કે મતદારકાર્ડ ગામડામાં રાખવાનુ હું કેમ કહું છુંં.

વસ્તી વધારવા માટે પંચાલ સમાજ બાદ હવે હાર્દિક પટેલે પણ પાટીદાર સમાજને લઈને કરેલા ચોકાવનારા નિવેદનના રાજકીય પડઘા પડ્યા છે. પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતમાં યુવા નેતા તરીકે ઊભરી આવેલ અને કોંગ્રેસમાં રાષ્ટ્રીયસ્તરે કામગીરી બજાવ્યા બાદ આખરે ભાજપમાં જોડાઈને વિરમગામના ધારાસભ્ય બનેલ હાર્દિક પટેલે, સમાજને સાંકળીને રાજકીય નિવેદન કર્યું છે. હાર્દિક પટેલે કરેલા નિવેદનને, રાજકીય વિશ્લેષકો આવનારા સમયમાં પાટીદાર કાર્ડ રમીને રાજકીય પક્ષો પાસે મનમાની કરાવી શકાય તેવી દૂરંદેશીતા અપનાવી હોવાનું માની રહ્યાં છે.
ભાજપમાં રાજકીય કોરાણે મુકાયેલા હાર્દિક પટેલની, ફરી એકવાર પાટીદાર કાર્ડ રમવાની મંછા છતી થઈ હોય તેવુ નિવેદન કર્યું છે. મહેસાણા જિલ્લાના કડી ખાતે પાટીદાર સમાજના યોજાયેલા જાહેર કાર્યક્રમમાં વિરમગામના ધારાસભય અને પાટીદાર નેતાએ કહ્યું કે, સમય આવ્યે ખબર પડશે કે મતદારકાર્ડ ગામડામાં રાખવાનુ હું કેમ કહું છુંં.
હાર્દીક પટેલે ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં નિવેદન કર્યું હતું કે, ગામડાઓમાં આપણી સંખ્યા ઓછી થતી જાય છે. ગામડાઓમા અસ્તિત્વ ટકાવવા હાર્દિક પટેલે પાટીદાર સમાજને અપીલ કરી હતી. ભલે અમેરિકા કે અમદાવાદ રહો, પણ ચૂંટણી કાર્ડ ગામનું જ રાખજો તેમ જણાવ્યું હતું. 18 વર્ષના દીકરા-દીકરીના વોટિંગ કાર્ડ વતનમાં જ કઢાવવા માટે ટકોર કરી હતી. “ખરો સમય આવશે ત્યારે ખબર પડશે કે હાર્દિકે આ વાત કેમ કરી હતી” તેવા કરેલા માર્મિક નિવેદનના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. આવનારા દિવોસમાં હાર્દીક પટેલ પાટીદાર વિરુદ્ધ અન્ય સમાજ કે પાટીદારોને રાજકારણમાં કદ પ્રમાણે પદ મેળવવા દબાણ લાવવા માટેની એક ભાવી ચાલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
હાર્દિક પટેલે, ગામડા ભાંગી રહ્યાં હોવાની ચિંતા કરતા કહ્યું કે, આવનારા 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ શું હશે તેનું ચિંતન કરવા અનુરોધ કર્યો હતો. “દેત્રોજ તાલુકામાં હવે ૫૦ પાટીદારો પણ માંડ મળે છે” પહેલા દેત્રોજમાં 8થી 9 સરપંચ પાટીદાર હતા, હવે માત્ર 1 જ સરપંચ પાટીદાર જોવા મળી રહ્યાં છે. હાર્દિક પાટીદારોની સંખ્યા ઘટતા, ગુજરાતના રાજકારણમાં પણ પાટીદારોનું રાજકીય પ્રભુત્વ ઘટ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. શહેરોની જેમ ગામડાઓમાં પણ સમૂહ લગ્ન યોજવા હાર્દિક પટેલનું સૂચન કર્યું હતું. દેત્રોજ પંથકમાં જમીન કે પોલીસને લગતા પ્રશ્નોમાં મદદની ચુવાળ કડવા પાટીદાર સમાજને ખાતરી આપી હતી.
જુઓ VIDEO.