Business Idea: ફક્ત ₹25,000માં ધંધો શરૂ કરો અને મહિને ₹45,000 સુધી કમાઓ!
આજના સમયમાં મહિલાઓ લગ્ન, ઓફિસ, પાર્ટી કે ફેશન શો માટે હીરાની કે સોનાની જ્વેલરીના બદલે આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. એવામાં જો તમે આ બિઝનેસ શરૂ કરો છો તો તમે સારો એવી કમાણી કરો શકો છો.

આજના સમયમાં મહિલાઓ લગ્ન, ઓફિસ, પાર્ટી કે ફેશન શો માટે હીરાની કે સોનાની જ્વેલરીના બદલે આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. તેની પાછળનું મોટું કારણ ટ્રેન્ડી ડિઝાઇન, ઓછો ભાવ અને સરળ ઉપલબ્ધતા છે. આવી જ્વેલરીની માંગ દિવસેને દિવસે વધી રહી છે અને એ જ કારણે આ વ્યવસાય લોકો માટે નફાકારક બની રહ્યો છે.

આ બિઝનેસ તમે ઓછામાં ઓછા ₹25,000 થી શરૂ કરી શકો છો. આ સિવાય મધ્યમ લેવલે ₹50,000 થી ₹1 લાખ અને મોટા પાયે શરૂ કરવા માટે ₹2 લાખથી વધુનું રોકાણ કરવું જરૂરી છે.

નાના લેવલ પર તમે રોજના રૂ. 500 થી 1500 સુધી કમાઈ શકો છો, જ્યારે માસિક આવક રૂ. 15,000 થી શરૂ કરીને રૂ. 45,000 કે તેથી વધુ સુધી પહોંચી શકે છે. લગ્ન સિઝનમાં કે ઓનલાઈન વેચાણ શરૂ કર્યા પછી આ આવકમાં વધારો થઈ શકે છે.

આ બિઝનેસમાં તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, સ્થાનિક મ્યુનિસિપલ લાઈસન્સ અને GST નંબર મેળવવો પડે છે. બિઝનેસ માટે કેટલાંક સાધનો પણ જરૂરી છે જેમ કે સ્ટોરેજ બોક્સ, પેકેજિંગ મટિરિયલ, લાઈટિંગ, ડિસ્પ્લે માટેના સાધનો તેમજ ફોટા માટે મોબાઈલ કે કેમેરા પ્રોડક્ટની જરૂર પડી શકે છે. આ સાથે બિલિંગ માટે નોટબુક કે કમ્પ્યુટરની પણ જરૂર પડશે.

માલ ખરીદવા માટે સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં નાના હોલસેલર્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત દિલ્હીનું સદર બજાર પણ આ પ્રકારના બિઝનેસ માટે એક પરફેક્ટ સ્થળ છે.

બિઝનેસને વધારવા માટે તેનું માર્કેટિંગ કરવું જરૂરી છે. તમે Instagram, Facebook પેજ, WhatsApp Business એકાઉન્ટ અને Meesho, Amazon, Flipkart જેવા પ્લેટફોર્મથી પણ તમારો માલ ઓનલાઇન વેચી શકો છો.

આર્ટિફિશિયલ જ્વેલરી બિઝનેસ એ ઓછા રોકાણમાં શરૂ કરી શકાય એવો લાભદાયી બિઝનેસ છે. ખાસ કરીને મહિલાઓ કે ઘરમાંથી કામ કરવા ઇચ્છતા યુવાનો માટે આ બિઝનેસ આવકનો મજબૂત સ્ત્રોત બની શકે છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
