AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ પ્રાઇવેટ વીડિયો કેવી રીતે હટાવવો ? ગભરાશો નહીં ફક્ત આટલું કામ કરો

જો કોઈ પ્રાઇવેટ વીડિયો સોશિયલ મીડિયા પર લીક થાય તો શું કરવું? ફરિયાદ ક્યાં કરવી? આવા વીડિયો કેવી રીતે દૂર કરી શકાય? આ બધા સવાલોનો જવાબ તમને અહીંયા મળી જશે.

| Updated on: Aug 05, 2025 | 7:34 PM
Share
આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ ઘણો વધી ગયો છે. હાલની વાત કરીએ તો, કેમેરો એક એવી વસ્તુ છે કે જે દરેક વસ્તુ પર નજર રાખે છે. આપણે ઘણીવાર જીવનના ખાસ ક્ષણો કેમેરા થકી ક્લિક કરીએ છીએ અને એક યાદગીરી રહે તે માટે સેવ કરી લઈએ છીએ.

1 / 7
જો કે, ઘણી વખત જોવા મળ્યું છે કે હેકિંગને કારણે આપણા ખાનગી વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. જણાવી દઈએ કે, આ ફક્ત ગોપનીયતાનું ઉલ્લંઘન તો છે જ અને તેની સાથે-સાથે એક ગુનો પણ છે.

2 / 7
જો કોઈ તમારી પરવાનગી વિના સોશિયલ મીડિયા પર ખાનગી વીડિયો અથવા ફોટો પોસ્ટ કરે છે, તો તમારે તાત્કાલિક ધોરણે કોઈને કોઈ મહત્વપૂર્ણ પગલું લેવું જોઈએ; જેથી વીડિયો ઘણા લોકો સુધી પહોંચે નહી અને તેને સોશિયલ મીડિયા પરથી પણ દૂર કરી શકાય. વધુમાં આવું કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરી શકાય.

3 / 7
આ માટે પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાઓ અને વીડિયો અથવા પોસ્ટ પર રિપોર્ટ કરો. આ પછી, તમે સરકારની વેબસાઇટ cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો . અહીંથી વાયરલ થયેલ વીડિયોને બધા પ્લેટફોર્મ પરથી દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. મહિલાઓના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.

4 / 7
જો તમે ઇચ્છો તો તમે પોલીસ સ્ટેશન જઈને પણ કેસ નોંધાવી શકો છો. આવા કિસ્સામાં, ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ જો કોઈ વ્યક્તિ તમારી સંમતિ વિના વીડિયો રેકોર્ડ કરે છે, તેને શેર કરે છે અથવા વાયરલ કરે છે, તો તેના પર કલમ 74 (Voyeurism) અને કલમ 77 (ઇલેક્ટ્રોનિક માધ્યમથી અશ્લીલ સામગ્રીનો પ્રસાર) લાગુ પડે છે.

5 / 7
જો કોઈ આરોપી આ કલમો હેઠળ દોષિત ઠરે છે, તો તેને 3 થી 7 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે. જો કોઈ મહિલાને જાણી જોઈને નિશાન બનાવવામાં આવે છે, તો સજા વધુ ગંભીર આપવામાં આવી શકે છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ વોરંટ વિના પણ ધરપકડ કરી શકે છે.

6 / 7
જો તમારી પાસે કોઈ કન્ટેન્ટ પોસ્ટની લિંક, સ્ક્રીનશોટ અથવા પોસ્ટની તારીખ હોય, તો તેને સાચવીને રાખો. આ બધા પુરાવા રિપોર્ટ સાથે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સાથે, સાયબર હેલ્પલાઇન 1930 પર કૉલ કરો અને સલાહ લો. આવા કિસ્સાઓમાં બિલકુલ વિલંબ કરશો નહીં અને ગભરાશો નહીં.

7 / 7

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">