T20 WC Breaking : ટી20 વર્લ્ડકપ પર પડી અમેરિકા-ઈરાનના જંગની અસર, આઈસીસીએ મોટો નિર્ણય લીધો
ICC T20 World Cup 2026 : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જંગ શરુ થઈ ચૂકી છે. જેની અસર એરલાઈન્સ પર પણ પડી છે. જેના કારણે ટી20 વર્લ્ડકપ 2026 વચ્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે.

ICC T20 World Cup 2026 : ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે ઇરાન સામે યુદ્ધ શરૂ કર્યું છે. ઘણા ખાડી દેશોમાં તણાવ ખૂબ જ છે. મિસાઇલ અને બોમ્બ હુમલાઓ હવાઈ ટ્રાફિકને અસર કરી રહ્યા છે, જેના કારણે લોકો ઇરાન, ઇઝરાયલ અને પડોશી દેશોના એરપોર્ટ પર અટવાઈ ગયા છે. હવે, આ યુદ્ધે 2026ના T20 વર્લ્ડ કપને પણ અસર કરી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે.
અમેરિકા- ઈરાન જંગ વચ્ચે આઈસીસીનો મોટો નિર્ણય
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટી20 વર્લ્ડકપ 2026 વચ્ચે મિડિલ ઈસ્ટમાં તણાવ વધતા ટ્રાવેલ વ્યવસ્થાઓમાં બેકઅપ પ્લાન શરુ કરી દેવામાં આવ્યો છે. અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાથી ખાડી દેશોમાં એરલાઈન પ્રભાવિત થઈ છે. ખાસ કરીને દુબઈ જેવા મહત્વના હબ પર અસર પડી છે. આ કારણે અનેક ખેલાડીઓ, ટીમના અધિકારીઓ અને મેચ રેફરી તેમજ બ્રોડકાસ્ટ ટીમ અને ઈવેન્ટ સ્ટાફની ઘર વાપસીમાં સમસ્યા આવી શકે છે. કારણ કે, તે ઈન્ટરનેશનલ કનેક્શન માટે આ હબનો ઉપયોગ કરે છે.
આઈસીસીએ સ્પષ્ટ કર્યું કે, મિડિલ ઈર્સ્ટની આ સ્થિતિ ટૂર્નામેન્ટના આયોજન પર કોઈ સીધો પ્રભાવ નાંખતી નથી. આ ટૂર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રુપથી થઈ રહ્યું છે. જે 7 ફેબ્રુઆરીથી શરુ થઈ છે તેમજ 8 માર્ચના રોજ ફાઈનલ રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે. તેમજ કેટલીક ટીમ સેમિફાઈનલ કે ફાઈનલની રેસમાં છે. તમામ નોકઆઉટ મેચ પણ હવે ભારતમાં જ રમાશે. કારણ કે, શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
આઈસીસીએ મોટો નિર્ણય લીધો
ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આઈસીસીએ પોતાની યાત્રા,લોજિસ્ટિકસ અને સુરક્ષા ટીમને તરત એક્ટિવ કરી છે. ટીમ ચોવીસ કલાક કામ કરી રહી છે. કારણ કે, બધા સુરક્ષિત ઘરે પહોંચી શકે. મુખ્ય એરલાઇન્સ સાથે સંકલનમાં વૈકલ્પિક રૂટ શોધવામાં આવી રહ્યા છે. ICC ટ્રાવેલ અને લોજિસ્ટિક્સ ટીમ યુરોપિયન, સાઉથ એશિયન અને સાઉથ-પૂર્વ એશિયન હબ દ્વારા જોડાણો સહિત વૈકલ્પિક રૂટ વિકલ્પો ઓળખવા અને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે સક્રિયપણે કામ કરી રહી છે, ICC એ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું.
આઈસીસીએ આગળ કહ્યું કે, આઈસીસીના સુરક્ષા સલાહકાર સંબંધિત અધિકારીઓની સાથે સંપર્કમાં છે અને સ્થિતિમાં થનારા ફેરફાર મુજબ સલાહ આપશે. એક સમર્પિત આઈસીસી યાત્રા સહાયતા ડેસ્ક પણ એક્ટિવ કરવામાં આવ્યું છે.
