ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રૂપાલી ગાંગુલીએ દેશવાસીઓને અપીલ કરી, #BoycottTurkey
રુપાલી ગાંગુલીએ ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનનું સમર્થન કરનાર તુર્કીનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. અનુપમા પોસ્ટ કરીને ચર્ચામાં આવી છે.અભિનેત્રી ઇચ્છે છે કે ભારતીય લોકો તુર્કીની મુસાફરી ન કરે જે પાકિસ્તાનને સમર્થન આપે છે.

ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી રુપાલી ગાંગુલી અનુપમા સીરિયલમાં જોવા મળે છે. તેમણે જાહેરમાં તુર્કીનો બહિષ્કાર કરવાની વાત કરી છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ તુર્કીના પાકિસ્તાનને સમર્થનનો ઉલ્લેખ કરીને, ત્યાં મુસાફરી કરી રહેલા સાથી સેલિબ્રિટીઓ અને પ્રવાસીઓને દેશમાં તેમના બુકિંગ રદ કરવા વિનંતી કરી છે.

અભિનેત્રીએ અપીલ કરતા કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના જવાબમાં ભારતીયોએ પણ કાંઈ કરવું જોઈએ. ત્યારે ભારતને સપોર્ટ કરવાનો આપણો અધિકાર છે. રુપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તેમાં કહ્યું કે, તુર્કી જનારા લોકો પોતાનું બુકિંગ રદ્દ કરી શકે છે.

આ મારા બધા ભારતીય સેલિબ્રિટી/ઈન્ફ્યુલન્સ/પ્રવાસીઓને વિનંતી છે. ભારતીયો તરીકે આપણે દેશને સપોર્ટ કરીએ.#BoycottTurkey તુર્કી વિરુદ્ધ રુપાલી ગાંગુલીના આ મોટા નિર્ણય બાદ લોકો સોશિયલ મીડિયા પર પોતાાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સિંગર વિશાલ મિશ્રાએ પણ જાહેરાત કરી હતી કે, તે હવે તુર્કી અને અઝરબૈજાનમાં સંગીત કાર્યક્રમ કરશે નહી. હું ક્યારે પણ તુર્કી અને અઝરબૈજાન જઈશ નહી.

તુર્કી અને અઝરબૈજાને 8 મેના રોજ પાકિસ્તાનને સમર્થન આપતા અને આતંકવાદી ઠેકાણાઓ પર ભારતના હવાઈ હુમલાની ટીકા કરતા નિવેદનો બહાર પાડ્યા. ત્યારથી ભારતના લોકો તુર્કીનો બહિષ્કાર કરી રહ્યા છે. આ નિવેદનોની ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તીવ્ર ટીકા થઈ હતી, જેના કારણે લોકોમાં ગુસ્સો ફેલાયો હતો અને તુર્કીનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી હતી.

તુર્કી લાંબા સમયથી પાકિસ્તાનને ટેકો આપી રહ્યું છે. તે પાકિસ્તાનને હથિયારો પૂરા પાડે છે, તેથી અભિનેત્રી ઇચ્છે છે કે ભારતીય લોકો તુર્કીની મુસાફરી ન કરે જે પાકિસ્તાનને સમર્થન આપે છે.
અનુપમા સિરીયલ જેને જોવા મહિલાઓ કામ પણ પડતા મુકી દે છે,જુઓ પરિવાર રુપાલી ગાંગુલીના પરિવાર વિશે જાણો

































































