દુનિયાભરમાં 1000 કરોડની ઝડપથી કમાણી કરનારી ફિલ્મ બની પુષ્પા 2
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થયાને એક અઠવાડિયાનો સમય થઈ ચૂક્યો છે. માત્ર 6 દિવસમાં પુષ્પા 2 ફિલ્મે 1000 કરોડની કમાણી કરી રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે પુષ્પા 2એ અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે.

અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે રિલીઝ થયાના 7માં દિવસે દુનિયાભરમાં 1000 કરોડની કમાણીનો આંકડો પાર કરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

આખું વર્ષ ચાહકો બોકસ ઓફિસ પર હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, હવે પુષ્પા 2એ પૈસાનો વરસાદ કરી નાંખ્યો છે. એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મે એક જ ઝટકામાં આખા વર્ષનું બેલેન્સ બરાબર કરી લીધું છે.Sacnilkના રિપોર્ટ મુજબ પુષ્પા 2એ 7માં દિવસે 42 કરોડની કમાણી કરી હતી.

તેની ફરિયાદમાં, થીનમાર મલ્લન્નાએ 'પુષ્પા 2'ના એક સીન સામે વાંધો ઉઠાવ્યો છે, જેમાં 'પુષ્પા' પોલીસ અધિકારીની હાજરીમાં સ્વિમિંગ પૂલમાં પેશાબ કરતો બતાવવામાં આવ્યો છે. આ સીન સામે કોંગ્રેસ નેતાએ વિરોધ કર્યો અને ફરિયાદ નોંધાવી છે.

કોંગ્રેસના નેતાએ આ દ્રશ્યને કાયદા અમલીકરણ અધિકારીઓની ગરિમાનું અપમાન અને અપમાનજનક ગણાવ્યું છે. પોતાની ફરિયાદમાં તેણે ફિલ્મના નિર્દેશક સુકુમાર અને મુખ્ય ભૂમિકાના અભિનેતા અલ્લુ અર્જુન તેમજ ફિલ્મના નિર્માતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે અધિકારીઓને પોલીસ પાત્રોના વાંધાજનક રીતે સીન બતાવતા રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે.

આ સાથે અલ્લુ અર્જુન અને રશ્મિકાના નામે દુનિયાભરમાં 1000 કરોડની કમાણી કરનારી સૌથી ઝડપી ભારતીય ફિલ્મ બનાવવાનો રેકોર્ડ પણ બની ગયો છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મે એસએસ રાજામૌલીની ઓલટાઈમ બ્લોકબસ્ટર બાહુબલી 2ને પણ પાછળી છોડી છે.

પુષ્પા 2, બાહુબલી 2 , આરઆરઆર અને કલ્કિ 2898 એડી બાદ ગ્લોબલ બોક્સ ઓફિસ પર 1000 કરોડ કે તેનાથી વધારે કમાણી કરનારી 8મી ભારતીય ફિલ્મ બની ગઈ છે. ચોથી તેલુગુ ફિલ્મ બની છે.






































































