AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget Breaking: ‘વિકસિત ગુજરાત 2047’ માટે રૂ. 50,000 કરોડનું ફંડ, નમો લક્ષ્મી અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સ પર સરકારનો મોટો દાવ

રાજ્ય સરકારે આગામી વર્ષ માટે વિકાસનું રોડમેપ રજૂ કર્યું છે. જેમાં 'લખપતિ દીદી' થી લઈને 'નમો શક્તિ એક્સપ્રેસ વે' સુધીની મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જાણો, તમારા શિક્ષણ, સુરક્ષા અને કનેક્ટિવિટી માટે બજેટમાં શું છે ખાસ.

Gujarat Budget Breaking: 'વિકસિત ગુજરાત 2047' માટે રૂ. 50,000 કરોડનું ફંડ, નમો લક્ષ્મી અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સ પર સરકારનો મોટો દાવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2026 | 2:22 PM
Share

રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત 2047’ ના વિઝનને સાકાર કરવા માટે આજે દૂરંદેશી બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મુખ્યત્વે નારીશક્તિ, યુવા કૌશલ્ય અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે ‘GRIT’ જેવી સંસ્થાઓ અને હજારો કરોડના ફંડની જાહેરાત કરવામાં આવી છે.

નારીશક્તિ: શિક્ષણથી લઈને સ્વાવલંબન સુધી

મહિલા સશક્તિકરણને બજેટના કેન્દ્રમાં રાખતા સરકારે અનેક મહત્વની યોજનાઓ જાહેર કરી છે:

  • નમો લક્ષ્મી અને કૌશલ્ય લક્ષ્મી: ધોરણ 9 થી 12 ની દીકરીઓના શિક્ષણ માટે ₹1,250 કરોડ અને ITI માં અભ્યાસ કરતી યુવતીઓ માટે ‘નમો કૌશલ્ય લક્ષ્મી’ યોજના હેઠળ ₹40 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • લખપતિ દીદી અને સખી મંડળ: મહિલાઓના સ્વ-રોજગારને વેગ આપવા ₹47 કરોડ અને સખી મંડળોને વ્યાજ સહાય માટે ₹45 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય: વિધવા બહેનોના કલ્યાણ માટે સરકાર દ્વારા ₹2,848 કરોડનું વિશાળ બજેટ ફાળવી સીધી આર્થિક મદદ (DBT) સુનિશ્ચિત કરાઈ છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર: નવા એક્સપ્રેસ-વે અને સેમીકન્ડક્ટર હબ

ગુજરાતને વૈશ્વિક બિઝનેસ હબ બનાવવા માટે કનેક્ટિવિટી પર મોટો ખર્ચ કરવામાં આવશે:

  • નવા એક્સપ્રેસ-વે: સોમનાથ-દ્વારકા અને ‘નમો શક્તિ’ એક્સપ્રેસ વે માટે ₹3,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સેમીકોન હબ: ધોલેરા અને સાણંદને ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ધોલેરા SIR માટે ₹610 કરોડ ફાળવાયા છે.
  • ઇકોનોમિક માસ્ટર પ્લાન: રાજ્યના વિવિધ વિસ્તારોના વિકાસ માટે ₹2,000 કરોડના ખર્ચે માસ્ટર પ્લાન તૈયાર થશે.

વિકસિત ગુજરાત 2047 ફંડ

રાજ્યના લાંબાગાળાના વિકાસ માટે સરકાર દ્વારા કુલ ₹50,000 કરોડના ‘વિકસિત ગુજરાત ફંડ’નું લક્ષ્ય રખાયું છે, જેમાંથી આ વર્ષે જ ₹10,000 કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે. નીતિ આયોગની તર્જ પર ‘GRIT’ (ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન) દ્વારા રાજ્યના ભાવિ વિકાસનું આયોજન કરવામાં આવશે.

પોષણ અને સુરક્ષા

આંગણવાડીના બાળકો અને માતાઓના પૂરક પોષણ માટે ₹972 કરોડની જોગવાઈ કરાઈ છે. સાથે જ, મહિલા સુરક્ષા માટે 1091 હેલ્પલાઇન અને CCTV નેટવર્કને વધુ સઘન બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Breaking News : બજેટમાં ‘GYAN’ નો મંત્ર! ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને સશક્ત બનાવવા સરકારનો મોટો રોડમેપ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">