અલ્લુ અર્જુન
સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીઝમાં ધૂમ મચાવતા એક્ટર અલ્લુ અર્જુનનો જન્મ 08 એપ્રિલ 1982ના રોજ તમિલનાડુમાં થયો છે. તે પોતાના ડાન્સને લઈને પણ લોકોમાં ફેમસ છે. તેમના પિતા અલ્લુ અરવિંદ, જે ફિલ્મ પ્રોડ્યુસર છે અને માતાનું નામ નિર્મલા છે. તેમના દાદા પ્રખ્યાત ફિલ્મ કોમેડિયન અલ્લુ રામલિંગૈયા હતા, જેમણે 1000થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. અલ્લુ અર્જુન એક્ટર રામ ચરણના પિતરાઈ ભાઈ છે.
તેઓએ ઘણા એવોર્ડ મેળવ્યા છે, જેમાં એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, છ ફિલ્મફેર પુરસ્કારો અને ત્રણ નંદી પુરસ્કારોનો સમાવેશ થાય છે. તેમણે ફિલ્મ ગંગોત્રીથી અભિનયની શરુઆત કરી. તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે પણ એક્ટર ને પુષ્પા ધ રાઈઝ ફિલ્મથી વધારે લોકચાહના મેળી છે. અલ્લુ અર્જુન અનેક બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સને સમર્થન આપે છે અને પ્રો કબડ્ડી લીગ અને સ્ટ્રીમિંગ સેવા અહા માટે સેલિબ્રિટી બ્રાન્ડ એમ્બેસેડર છે.
અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીના લગ્નને 12 વર્ષ થઈ ગયા છે. બંનેએ 6 માર્ચ 2011ના રોજ સાત ફેરા લીધા હતા. તેમની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તેની પત્ની ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. લગ્ન પછી, અભિનેતાને બે બાળકો છે. અભિનેતાએ તેની પુત્રીનું નામ અરહા અને પુત્રનું નામ અયાન રાખ્યું છે.
Pushpa 3 Update: ‘પુષ્પા 3’ બનશે કે નહીં ? ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો
ફિલ્મના દિગ્દર્શકે અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા'ના ત્રીજા ભાગ અંગે એક મોટો અપડેટ શેર કર્યો છે. આ સાથે, ફિલ્મની ટેગલાઇન પણ બહાર આવી છે. ચાહકો આ અંગે ખૂબ જ ઉત્સાહિત છે.
- Sagar Solanki
- Updated on: Sep 7, 2025
- 9:46 pm
MLA પિતાની હિરોઈન દીકરી, બે ભાઈઓની વચ્ચે દુશ્મનીનું કારણ બની કારણ કે… 18 વર્ષ બાદ પણ બે સુપર સ્ટાર વચ્ચે નથી થઈ રહી વાત
બોલીવુડ અભિનેત્રીને લઈને બે સુપરસ્ટાર કલાકારો વચ્ચે ઝઘડો થયો હતો. આ બંને કલાકારો ભાઈઓ હતા. બંને લગભગ 18 વર્ષ સુધી એકબીજા સાથે વાત કરતા નહોતા. હવે તે અભિનેત્રી કોણ છે અને તે બે સુપરસ્ટાર કોણ છે? ચાલો જાણીએ...
- Sagar Solanki
- Updated on: Aug 22, 2025
- 4:13 pm
34 વર્ષ પહેલાં આ અભિનેત્રી વેનિટીનો કોન્સેપ્ટ લાવી હતી, આજે આ અભિનેતા પાસે છે 7 કરોડની વેનિટી વેન
અભિનેત્રી પૂનમ ઢિલ્લોને બોલિવુડ અને સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી ઈન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ સેન્ટર માનવામાં આવે છે. આનું કારણ એ છે કે, તે ઈન્ડસ્ટ્રીની પહેલી એવી અભિનેત્રી છે. જે વેનિટી વેનનો કોન્સેપ્ટ લાવી હતી. તેમણે આ વાતનો દાવો કર્યો હતો.
- Nirupa Duva
- Updated on: Jul 1, 2025
- 11:23 am
AA22xA6 : અલ્લુ અર્જુનની ફિલ્મના VFX પર થાય છે કરોડોનો ખર્ચ, આટલા બજેટમાં બોલિવુડની 5 ફિલ્મો બની જાય
AA22xA6 : અલ્લુ અર્જુન હાલમાં ડાયરેક્ટર એટલી સાથે પોતાની અપકમિંગ ફિલ્મ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ હજુ સુધી ફાઈનલ થયું નથી પરંતુ આનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. હવે એટલીએ અલ્લુ અર્જૂનની આ ફિલ્મના VFX માટે કરોડો રુપિયાનું બજેટ સેટ કર્યું છે.
- Nirupa Duva
- Updated on: Jun 26, 2025
- 10:44 am
‘સ્પીરિટ’ છોડતા જ દીપિકા પાદુકોણના હાથ લાગી મોટી ફિલ્મ, અલ્લુ અર્જુન સાથે કરશે કામ, જુઓ-Video
દીપિકાએ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ છોડી દેવાના અને કલ્કી 2898 AD ના ભાગ 2 માંથી દૂર કરવાના સમાચાર વચ્ચે, એટલી અને અલ્લુ અર્જુનની આગામી મેગ્નમ ઓપસ ફિલ્મ AA22 x A6 માં તેના જોડાવાની ચર્ચા થઈ હતી.
- Devankashi rana
- Updated on: Jun 7, 2025
- 4:29 pm
Waves 2025: 10મી ફિલ્મ પછી, અલ્લુ અર્જુનને નડ્યો અકસ્માત, ડૉક્ટરે તેને 6 મહિના ઘરે રહેવાની આપી સલાહ
અલ્લુ અર્જુને વેવ્સ સમિટ (WAVES 2025) દરમિયાન જણાવ્યું હતું કે તે તેની 10મી ફિલ્મના શૂટિંગ પછી એક અકસ્માતનો ભોગ બન્યો હતો. તેનો ખભો તૂટી ગયો હતો, ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી.
- Ravi Prajapati
- Updated on: May 3, 2025
- 8:33 pm
અલ્લુ અર્જુન સિક્સ પેક એબ્સ ધરાવતો સાઉથનો પહેલો સ્ટાર, જાણો શું છે તેની ફિટનેસનું રહસ્ય
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને 'વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ' (વેવ્સ 2025) ખાતે TV9ના CEO અને MD બરુણ દાસ સાથે વાત કરી. આ વાતચીતમાં અલ્લુ અર્જુને ચાહકો સમક્ષ પોતાની ફિટનેસનું રહસ્ય પણ જાહેર કર્યું.
- Ravi Prajapati
- Updated on: May 3, 2025
- 8:33 pm
‘ક્રિએટિવ કોન્ટેન્ટ માટે લોન્ચિંગ પેડ બની રહ્યું છે વેવ્સ 2025’ સમિટમાં બોલ્યા સુપર સ્ટાર અલ્લુ અર્જુન
મુંબઈમાં 1 મેથી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ શરૂ થઈ ગઈ છે. પેન ઈન્ડિયા સુપરસ્ટાર અલ્લુ અર્જુને સમિટના પહેલા દિવસે હાજરી આપી હતી.
- Ravi Prajapati
- Updated on: May 3, 2025
- 8:15 pm
WAVES 2025: ‘પુષ્પા 2’ પછી અલ્લુ અર્જુનનું જીવન કેટલું બદલાઈ ગયું ? ખુદ પુષ્પાએ આપ્યો જવાબ
'પુષ્પા 2' સાથે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચનાર પેન ઈન્ડિયા સુપરસ્ટાર અલ્લુ અર્જુને મુંબઈમાં આયોજિત વેવ્સ સમિટ (WAVES 2025) માં હાજરી આપી હતી. તેમણે 'ટેલેનેટ બિયોન્ડ બોર્ડર્સ' વિષય પર TV9 ના CEO અને MD બરુણ દાસ સાથે વાત કરી.
- Sagar Solanki
- Updated on: May 1, 2025
- 6:22 pm
Pushpa 2 OTT Release : ઓટીટી પર રિલીઝ થઈ પુષ્પા 2 , જાણો ક્યાં જોઈ શકશો અલ્લુ અર્જુનની ફિલ્મ
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ફાઈનલી ઓટીટી પર હિન્દી ભાષામાં રિલીઝ થઈ ચૂકી છે. તો ચાલો જાણીએ આ ફિલ્મને ક્યા પ્લેટફોર્મ પર ઘરે બેસીને જોઈ શકો છો.તમને જણાવી દઈએ કે પુષ્પા 2 એ 2021ની બ્લોકબસ્ટર પુષ્પાની સિક્વલ છે. જેને કરોડો રુપિયાની કમાણી કરી છે.
- Nirupa Duva
- Updated on: Jan 30, 2025
- 3:01 pm