ઈશા દેઓલ
ઈશા દેઓલનો જન્મ 02 નવેમ્બર 1981ના રોજ મુંબઈમાં થયો હતો. બોલિવૂડના હિ-મેન તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને બોલિવૂડની ડ્રિમ ગર્લ તરીકે ઓળખાતી એકટ્રેસ હેમા માલિનીની મોટી પુત્રી ઈશા દેઓલ તેના છૂટાછેડાને લઈને સતત સમાચારોમાં રહે છે. ઈશા દેઓલ અને ભરત તખ્તાનીએ એક નિવેદન દ્વારા તેમના સંબંધોના અંતની જાહેરાત કરી છે.
એકટ્રેસે તેમની કરિયર દરમિયાન ધૂમ, ના તુમ જાનો ના હમ, નો એન્ટ્રી, ઈન્સાન, એક દુઆ, કાલ, કોઈ મેરે દિલ સે પુછે, વન ટુ થ્રી મુવીમાં કામ કર્યું છે.
ઈશાના અંગત જીવનમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. આ કપલે તેમના 12 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો છે. ઈશા અને ભરતને બે દીકરીઓ રાધ્યા અને મીરાયા પણ છે. ઘણા સમયથી ઈશા અને ભરતના અલગ થવાના સમાચાર હતા. પરંતુ હવે દંપતીએ પોતે જ તેમના અલગ થવાની પુષ્ટિ કરી છે.
આ કપલે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા. પહેલા બંને માત્ર મિત્રો હતા, પરંતુ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. જોકે હવે તેમના સંબંધોનો અંત આવી ગયો છે.