AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલે પિતાના મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા, જુઓ પરિવારમાં કોણ કોણ છે

ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલે પિતાના મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા,જાણીએ બોલીવુડના 'હીમેન' ધર્મેન્દ્રના પરિવાર વિશે. બે પત્નીઓ અને છ બાળકો છે, બધા પોતપોતાના જીવનમાં સેટલ થયા છે. જાણો કોણ શું કરે છે.

ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલે પિતાના મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા, જુઓ પરિવારમાં કોણ કોણ છે
| Updated on: Nov 11, 2025 | 10:11 AM
Share

Dharmendra Deol Family Tree ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર છે. ધર્મેન્દ્રએ તેની સાથે 1954માં 19 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્ર અને પ્રકાશને ચાર બાળકો છે, અજય સિંહ (સની), વિજય સિંહ (બોબી), વિજેતા અને અજેતા દેઓલ. ધર્મેન્દ્ર (Dharmendra)એ 2 મે, 1980ના રોજ અભિનેત્રી હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. હેમાથી તેમને બે દીકરીઓ ઈશા અને આહના છે.  તેના તમામ બાળકોના લગ્ન થઈ ગયા છે. કેટલાક દેશમાં છે તો કેટલાક વિદેશમાં સ્થાયી થયા છે.

બાળપણની મિત્ર તાન્યા આહુજા સાથે લવ મેરેજ કર્યા

અજય સિંહ (સની દેઓલ) સૌથી મોટો પુત્ર છે. જેનો જન્મ 19 ઓક્ટોમ્બર 1956ના સહનેવાલ લુધિયાા પંજાબમાં થયો હતો. સની દેઓલની પત્ની પુજા લાઈમલાઈટથી દુર રહે છે. અને તેમને 2 બાળકો છે. કરણ અને રાજવીર, કરણ ફિલ્મ પલ પલ દિલ કે પાસથી બોલિવુડ ડેબ્યુ કરી ચૂક્યો છે. વિજય સિંહ (બોબી દેઓલ)નો જન્મ 27 જાન્યુઆરી 1967ના રોજ થયો છે. બોબી દેઓલે તેમની બાળપણની મિત્ર તાન્યા આહુજા સાથે લવ મેરેજ કર્યા હતા અને તેમને બે પુત્ર છે. આર્યમાન અને ધરમ, તાન્યા બિઝનેસ વુમન છે

Know about 2 wives and family of Bollywood veteran actor Dharmendra family

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ (Karan Deol) છેલ્લા કેટલાક સમયથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. કરણે થોડા સમય પહેલા તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે સગાઈ કરી હતી અને હવે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : Karan Deol Pre-Wedding Party: સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નની તૈયારીઓ શરૂ, પ્રી-વેડિંગ પાર્ટીના વીડિયો આવ્યા સામે

સની અને બોબીની અસલી બહેનો અજીતા અને વિજેતા દેઓલ છે. માતા પ્રકાશ કૌરની જેમ બંને હંમેશા લાઈમ લાઈટથી દૂર રહે છે. બંને ક્યારેય ફેમિલી ફંક્શનમાં પણ જોવા મળ્યા નથી. હવે બંને બહેનો કેલિફોર્નિયા (યુએસ) શિફ્ટ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. અજિતા ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની પુત્રી છે.

એશા દેઓલનો જન્મ 2 નવેમ્બર 1982ના રોજ થયો હતો. તે ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી છે. તેણે 2002થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 29 જુલાઈ 2012ના રોજ ઈશાએ મુંબઈના પ્રખ્યાત બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા.

આહાના દેઓલનો જન્મ 28 જુલાઈ 1985ના રોજ થયો હતો. તે ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી છે અને ઓડિસી ડાન્સર છે. આહાનાએ ફેબ્રુઆરી 2014માં બિઝનેસમેન વૈભવ કુમાર સાથે લગ્ન કર્યા હતા. આહના ના તુમ જાનો ના હમ ફિલ્મમાં જોવા મળી હતી.

ધર્મેન્દ્રના પૌત્રો

ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલને બે પુત્રો કરણ દેઓલ અને રાજવીર દેઓલ છે. તે જ સમયે બોબી દેઓલ બે પુત્ર આર્યમાન અને ધરમ દેઓલના પિતા પણ છે. મળતી માહિતી મુજબ વિજેતા દેઓલને પ્રેરણા ગિલ નામની પુત્રી છે. પ્રેરણા એક લેખિકા છે.  અજિતા દેઓલને બે પુત્રીઓ નિકિતા અને પ્રિયંકા ચૌધરી છે. નિકિતા ડેન્ટિસ્ટ છે.

જ્યારે એશા દેઓલને બે દીકરીઓ મિરાયા અને રાધ્યા છે અને આહાના દેઓલને ત્રણ બાળકો છે, એક દીકરો ડેરિયન અને જોડિયા દીકરીઓ એસ્ટ્રિયા વોહરા અને આડિયા વોહરા.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">