સિદ્ધાર્થ મલ્હોત્રા
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મ 16 જાન્યુઆરી 1985ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો છે. તેના પરિવારમાં પિતા સુનીલ મલ્હોત્રા તેમજ માતા રીમા મલ્હોત્રા છે અને એક ભાઈ છે. તેણે શહિદ ભગતસિંહ કોલેજમાં અભ્યાસ કર્યો છે. એક જાણીતા ભારતીય એક્ટર અને મોડલ છે. તેણે 18 વર્ષની ઉંમરે પોતાની કરિયર એક મોડલ તરીકે શરૂ કરી હતી.
વર્ષ 2012માં આવેલી કરણ જોહરની ફિલ્મ સ્ટ્યુડન્ટ ઓફ ધ યરથી લીડ ભૂમિકામાં એક્ટિંગની શરૂઆત કરી હતી. તેના માટે તેણે બેસ્ટ મેલ ડેબ્યૂ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો છે. તેણે કોમેડી ડ્રામા હંસી તો ફંસી તેમજ વર્ષ 2014માં આવેલી રોમેન્ટિક થ્રીલર મુવી એક વિલનમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. તેણે બ્રધર્સ, બાર બાર દેખો તેમજ શેરશાહ જેવી મુવીમાં કામ કર્યું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ એકટ્રેસ કિયારા અડવાણી સાથે મેરેજ કર્યા છે. તેની બંનેની લવ સ્ટોરી ખૂબ જ સુંદર છે. તે બંને શેરશાહ મુવી પહેલાથી એકબીજાને ઓળખતા હતા. સિદ્ધાર્થ અને કિયારાએ રાજસ્થાનના સૂર્યગઢ પેલેસમાં 7 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થ અને કિયારાની જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે.
સિદ્ધાર્થ-કિયારા એ શેર કરી દીકરીની પહેલી તસવીર, નામ પણ કર્યું જાહેર
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, ફેબ્રુઆરી 2023 માં લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ અઢી વર્ષ પછી, આ દંપતી 15 જુલાઈના રોજ પહેલી વાર માતાપિતા બન્યા છે. હવે, લગભગ ત્રણ મહિના પછી, આ દંપતીએ તેમની પુત્રીની પહેલી ઝલક શેર કરી અને તે સાથે તેનું નામ પણ જાહેર કર્યું છે.
- Devankashi rana
- Updated on: Nov 28, 2025
- 1:10 pm
Malhotra Surname History : પરમ સુંદરીના સ્ટાર કાસ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રાની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે મલ્હોત્રા અટકનો અર્થ જાણીશું.
- Disha Thakar
- Updated on: Sep 3, 2025
- 10:14 am
Kiara Advani-Sidharth Baby Girl : લગ્નના અઢી વર્ષ પછી Sid Kiara ની ઘરે ગુંજી કિલકારી, કિયારા અડવાણીએ દીકરીને આપ્યો જન્મ
બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ઘરે ખુસીઓ આવી છે. કિયારાએ એક દીકરીને જન્મ આપ્યો છે. લગ્નના લગભગ અઢી વર્ષ પછી, બંને માતાપિતા બન્યા છે. બંનેએ વર્ષ 2023 માં લગ્ન કર્યા.
- Sagar Solanki
- Updated on: Jul 16, 2025
- 10:30 am
રિલ લાઈફની પતિ અને પત્નીની જોડી, રિયલ લાઈફમાં છે હિટ, કિયારા અડવાણીએ દીકરીને આપ્યો જન્મ
આલિયા અડવાણી (કિયારા અડવાણી)નો જન્મ 31 જુલાઈ 1991 રોજ થયો છે. બોલિવુડ અભિનેત્રી હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. કોમેડી ફિલ્મ ફગલી (2014) માં અભિનયની શરૂઆત કરી હતી. કિયારા અડવાણીના પરિવાર વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Jul 31, 2025
- 10:02 am
Breaking News : કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે કિલકારી ગુંજશે, ચાહકોને આપ્યા ગુડન્યુઝ
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે કિલકારી ગુંજશે. બંન્ને સ્ટારે ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા
- Nirupa Duva
- Updated on: Feb 28, 2025
- 2:33 pm
પતિ-પત્ની ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે , એક દીકરીના માતા-પિતા છે આ સ્ટાર કપલ જુઓ પરિવાર
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે પુત્રીનો જન્મ થયો છે.કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એક દીકરીના માતા-પિતા બન્યા છે.બોલિવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવારને મળો જેની પત્ની કિયારા છે.સિદ્ધાર્થના પરિવારમાં માતા અને પિતા ઉપરાંત, તેમના ભાઈ, ભાભી અને ભત્રીજા પણ છે. તો આજે આપણે સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવાર વિશે વાત કરીશું
- Nirupa Duva
- Updated on: Jul 16, 2025
- 10:20 am
Year Ender 2024 : આટલી ફિલ્મો બોલિવુડમાં સૌથી વધુ ફ્લોપ રહી, તોડ્યા દર્શકોના દિલ
વર્ષ 2024માં દર્શકોને કેટલીક શાનદાર ફિલ્મો જોવા મળી પરંતુ કેટલીક ફિલ્મો એવી પણ હતી. જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, ચાલો 2024ની ફ્લોપ બોલિવૂડ ફિલ્મો પર એક નજર કરીએ.
- Meera Kansagara
- Updated on: Dec 18, 2024
- 1:27 pm