Bhagyashree Birthday : સલમાન ખાનની પહેલી અભિનેત્રી સેલિબ્રિટ કરી રહી છે 57મો જન્મદિવસ
Bhagyashree Birthday Special : બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં 37 વર્ષ પહેલા પગ મુકનારી ભાગ્યશ્રીએ સાડા ત્રણ દાયકાના કરિયરમાં એક ડઝનથી પણ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમ છતાં, તે વારંવાર ચર્ચામાં રહે છે.તો આજે આપણે ભાગ્યશ્રી વિશે કેટલીક અનોખી વાતો જાણીએ.

વર્ષ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ મૈને પ્યાર કિયા થી લાખો ચાહકોના દિલમાં સ્થાન મેળવનારી ભાગ્યશ્રી આજે પણ તેટલી સુંદર દેખાય છે. જેટલી તે પહેલી ફિલ્મમાં જોવા મળી હતી. વર્ષો વિત્યા, દાયકા પસાર થયા, સિનેમા બદલાય પરંતુ આ અભિનેત્રી બિલકુલ બદલાય નથી.

ભાગ્યશ્રીનો જન્મ વિજય સિંહરાવ માધવરાવ પટવર્ધન અને રાજલક્ષ્મી પટવર્ધનના ઘરે 23 ફેબ્રુઆરી 1969ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. આજે અભિનેત્રી પોતાનો 57મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

મૈને પ્યાર કિયાથી સલમાન ખાન સાથે બ્લોકબસ્ટર ફિલ્મમાં ડેબ્યુ કરનારી ભાગ્યશ્રીએ પોતાના 37 વર્ષના કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ એક્ટિંગ ફીલ્ડમાં એક્ટિવ છે અને પોતાના પરિવાર સાથે ખુશખુશાલ જીવન જીવી રહી છે.

ભાગ્યશ્રીએ હિમાલય સાથે લગ્ન કર્યા હતા. આજે 2 બાળકોના માતાપિતા છે. તેની દીકરીનું નામ અવંતિકા દાસાની છે તેમજ દીકરાનું નામ અભિમન્યુ દાસાની છે. માતાની જેમ બંન્ને બાળકો એક્ટિંગ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે.

ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 2.6 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. તે વારંવાર તેના ચાહકો માટે ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે, જેના પર તેઓ પ્રેમ વરસાવે છે.

તેમણે અત્યાર સુધીમાં ફક્ત 15 ફિલ્મોમાં જ કામ કર્યું છે, જેમાં હિન્દી, મરાઠી, તેલુગુ અને કન્નડ ફિલ્મોનો સમાવેશ થાય છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો
