T20 WC Breaking : વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી મોટો વિજય, સુપર-8માં ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું
T20 વર્લ્ડ કપ 2026 સુપર 8 રાઉન્ડના ગ્રુપ 1 માં બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને ખરાબ રીતે હરાવ્યું હતું. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ 1 માં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને કચડી નાખ્યું. વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું હતું અને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ તેમનો બીજો સૌથી મોટો વિજય પણ નોંધાવ્યો હતો. સુપર 8 માં ઝિમ્બાબ્વે સામેની આ જોરદાર જીત સાથે, વેસ્ટ ઈન્ડિઝે ભારતનું ટેન્શન વધાર્યું છે.
વેસ્ટ ઇન્ડીઝનો બીજો સૌથી મોટો વિજય
વેસ્ટ ઈન્ડિઝે પોતાની બીજી મોટી જીત સાથે વધુ એક સિદ્ધિ હાંસલ કરી. T20 વર્લ્ડ કપમાં પહેલીવાર તેઓએ સતત પાંચ મેચ જીતી. આમાં ગ્રુપ સ્ટેજમાં ચાર મેચ અને ઝિમ્બાબ્વે સામે સુપર 8 મેચનો સમાવેશ થાય છે. સુપર 8 માં ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ, વેસ્ટ ઈન્ડિઝની ટીમ ગ્રુપ A પોઈન્ટ ટેબલમાં પણ ટોચ પર પહોંચી ગઈ.
ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું
વેસ્ટ ઈન્ડિઝના 255 રનના લક્ષ્યાંકનો સામનો કરી રહેલા ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં તેમની ત્રણ વિકેટ 50 રનની અંદર જ પડી ગઈ હતી. સ્કોરબોર્ડ 100 રન સુધી પહોંચે તે પહેલા જ ઝિમ્બાબ્વેની અડધી ટીમ ડગઆઉટમાં પાછી ફરી ગઈ. જ્યારે ટોપ-ઓર્ડર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યું, ત્યારે નીચલા ક્રમ પાસેથી શું અપેક્ષા રાખી શકાય? ઝિમ્બાબ્વે સંપૂર્ણ 20 ઓવર પણ પૂર્ણ કરી શક્યું નહીં, ફક્ત 17.4 ઓવરમાં 147 રનમાં ઓલાઆઉટ થઈ ગયું.
West Indies notch a mammoth win to get up and running in the #T20WorldCup Super 8s
: https://t.co/7Anm2l6Cqi pic.twitter.com/eITG3P6gGe
— ICC (@ICC) February 23, 2026
બેટિંગ બાદ બોલિંગમાં મચાવી તબાહી
ઝિમ્બાબ્વે તરફથી નંબર 8 બેટ્સમેન બ્રેડ ઇવાન્સે સૌથી વધુ 43 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ગુડાકેશ મોતી સૌથી સફળ બોલર રહ્યો, તેણે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી. અકીલા હુસૈને પણ 3 વિકેટ લીધી.
A sparkling knock of 85 in West Indies’ big win over Zimbabwe earns Shimron Hetmyer the @aramco POTM
: https://t.co/7Anm2l6Cqi pic.twitter.com/tR7nni39zs
— ICC (@ICC) February 23, 2026
વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ 1 માં ટોપ પર
આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ 1 માં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ઝિમ્બાબ્વે ચોથા સ્થાને આવી ગયું છે. વેસ્ટ ઈન્ડિઝનો નેટ રન રેટ +5.350, દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ +3.800, ભારતનો નેટ રન રેટ -3.800 અને ઝિમ્બાબ્વેનો નેટ રન રેટ -5.350 છે.
