AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોર્ટ રૂમમાં પહોંચતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી કીર્તિ, કોર્ટે જામીન આપતા જ બોલી હર-હર મહાદેવ

સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલને જ્યારે આજે કોર્ટમાં રૂમમાં રજૂ કરાઈ ત્યારે મીડિયાને જોતા જ કીર્તિ પટેલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. જે બાદ કોર્ટે કીર્તિને જામીન મુક્ત કરવાનો ઓર્ડર કર્યો હતો. જામીન મળી જતા તે ખુશ જણાઈ હતી અને કોર્ટ બહાર નીકળતા તે હર હર મહાદેવ કહેતી જોવા મળી હતી.

Breaking News: કોર્ટ રૂમમાં પહોંચતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી કીર્તિ, કોર્ટે જામીન આપતા જ બોલી હર-હર મહાદેવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2026 | 8:37 PM
Share

વિવાદોનો પર્યાય બનેલી કીર્તિ પટેલને આજે જુનાગઢ કોર્ટમાં રજૂ કરાઈ હતી. એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કીર્તિને જુનાગઢ કોર્ટમાં રજૂ કરાઈ હતી. આ દરમિયાન કોર્ટ બહાર મીડિયાને જોતા જ કીર્તિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને ” મને ન્યાય અપાવો…” એવુ કહેતી જોવા મળી હતી. જે બાદ તે કંઈ વધુ બોલે અને કરે તે પહેલા પોલીસ કીર્તિને ઝડપથી કોર્ટરૂમમાં લઈ ગઈ હતી.

કોર્ટરૂમમાં બંને પક્ષે સામસામે દલીલો થઈ હતી. અંતે કોર્ટે કીર્તિ પટેલને જામીન મુક્ત કરવા ઓર્ડર કર્યો હતો. આવતીકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવા કીર્તિ પટેલને નોટિસ મોકલવામાં આવી છે. કોર્ટમાંથી જામીન મળી જતા રડતા રડતા આવેલી કીર્તિ ખુશ જણાઈ હતી અને કોર્ટ બહાર નીકળતા જ ત્યાં ઉભેલા સહુને હર હર મહાદેવ કહ્યુ હતુ. કોર્ટ પરિસરથી સીધી જ કીર્તિ તેની કારમાં બેસીને નીકળી ગઈ હતી. હવે આવતીકાલે કીર્તિને ભવનાથ પોલીસ ચોકીએ હાજર થવાનું રહેશે.

જુઓ વીડિયો

પોલીસ હજુ બે ગુન્હામાં કીર્તિ સામે કરશે કાર્યવાહી

કીર્તિ પટેલ અને સાગરીતોએ જેતપુરના મુસ્લિમ યુવકને ધમકી આપી તેની પાસેથી ખંડણી માગવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગલિયાવાડા ગામના યુટ્યુબર અબ્ઝલ કારા સીદાએ કીર્તિ સામે આરોપ લગાવ્યો કે તેમણે કીર્તિ દ્વારા સાધુઓ અને સનાતન ધર્મ વિરુદ્ધ અપલોડ કરેલા વીડિયોનો વિરોધ કર્યો વીડિયો પોસ્ટ કર્યો હતો. જે બાદ કીર્તિ અને તેના સાગરીતોએ અપહરણ, ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 20 લાખની ખંડણીની માગ કરી હતી.

આ જ ગુનામાં કીર્તિ સહિત તેના સાગરિતો સામે જેતપુર પોલીસ સ્ટેશનમાં જીરો FIR તરીકે નોધવામાં આવ્યો હતો અને બાદમાં તેને જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો હતો. પોલીસે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટ રૂમમાં બંને પક્ષે સામસામી દલીલ થઈ હતી અને અંતે કીર્તિ પટેલને જામીન મુક્ત કરવા ઓર્ડર કર્યો હતો. આવતીકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવા કીર્તિને નોટિસ બજવવામાં આવી છે.

કીર્તિને 24 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં હાજર થવુ પડશે. કીર્તિની મુશ્કેલી હજુ પુરી નથી થઈ. હજુ બે ગુનામાં પોલીસ કીર્તિ સામે કાર્યવાહી કરશે. જેમા મહાશિવરાત્રીના દિવસે PI ની ફરજમાં રૂકાવટ અને PI ને એલફેલ બોલવાનો આરોપ છે. જ્યારે બીજો ગુન્હો મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે જઈને પરંપરા તોડી સ્નાન કરવાનો છે. આ કેસમાં કીર્તિ સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

Breaking News: વિવાદોની ક્વિન કીર્તિ પટેલનો જેલમાંથી થયો છુટકારો, જુનાગઢ કોર્ટે જામીન મુક્ત કરવા કર્યો ઓર્ડર

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">