AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી, અનુરાગ જૈનની ધરપકડ

Video : ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી, અનુરાગ જૈનની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2026 | 10:00 PM
Share

જુનાગઢમાં ગિરનારની ચોથી ટૂંક પર જૈન સંપ્રદાયનો ધ્વજ લગાવવાના મામલે અનુરાગ જૈનની અટકાયત કરવામાં આવી છે. નાથ સંપ્રદાયની ઓઘટ ટૂંક પર થયેલી આ ઘટના અંગે સોમનાથ બાપુએ ધાર્મિક લાગણી દુભાવવા અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધાવી હતી.

જુનાગઢમાં ગિરનાર પર્વતની ચોથી ટૂંક પર જૈન સંપ્રદાયનો ધ્વજ લગાવવાના મામલે ભવનાથ પોલીસે અનુરાગ નેમીચંદભાઈ જૈન નામના શખ્સની અટકાયત કરી છે. આ ઘટનાને કારણે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે.

ગિરનારની ચોથી ટૂંક નાથ સંપ્રદાયની ઓઘટ ટૂંક તરીકે ઓળખાય છે, જે ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મામલે સોમનાથ બાપુ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમની ફરિયાદ મુજબ, છળ કપટથી દિગંબર જૈન સંપ્રદાયનો ધાર્મિક ધ્વજ ઉપર લઈ જઈ ધાર્મિક લાગણી દુભાવવાનું ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું.

ભવનાથમાં રહેતા અનુરાગ જૈન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આ કૃત્યમાં અન્ય કોઈ સામેલ હતું કે કેમ તે જાણવા માટે પણ તપાસ શરૂ કરી છે. ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં ધાર્મિક શાંતિ ડોળાય નહીં અને કોઈની લાગણી દુભાય નહીં તે માટે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી ‘હર હર મહાદેવ’

g clip-path="url(#clip0_868_265)">