Asha Bhosle Birthday : 16 વર્ષની ઉંમરે આશા ભોંસલેએ 16 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા, અંગત જીવનમાં ઘણો સંઘર્ષ જોયો

બોલિવૂડની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે (Asha Bhosle)ના ગીતના આજે પણ લાખોમાં ચાહકો છે. ગાયિકાએ મોટી બહેન લતા મંગેશકરની જેમ ઘણું નામ કમાવ્યું. આશા ભોસલે પોતાનો 90મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે તેના અંગત જીવન વિશે વાત કરીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 10:33 AM
આશા ભોંસલે એક એવું નામ છે જેને સૌ કોઈ જાણે છે. સ્વર કોકિલા લતા મંગેશકરની નાની બહેન આશા ભોસલેએ તેમની બહેનના પગલે ચાલ્યા અને તેમની કારકિર્દી તરીકે ગાયન પસંદ કર્યું. તે તેની બહેનની જેમ એક મહાન ગાયિકા બની હતી અને આજે તે પોતાનો 90મો જન્મદિવસ ઉજવી રહી છે.

1 / 6
આશા ભોંસલેનો જન્મ 8 સપ્ટેમ્બર, 1933ના રોજ સાંગલીમાં થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર અભિનેતા અને થિયેટર કલાકાર હતા. તેમની મોટી બહેન લતા મંગેશકરને દેશની સૌથી સફળ ગાયિકા માનવામાં આવે છે. પોતાની બહેનના માર્ગને અનુસરીને, આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરે તેની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારથી આજદિન સુધી તે ગાયકીની દુનિયામાં સક્રિય છે.

2 / 6
 આશા ભોંસલેના જીવનમાં 16 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. તે જ વર્ષે તેણે તેની કારકિર્દીની શરૂઆત કરી અને તે જ વર્ષે તેણે તેની બમણી ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન પણ કર્યા. ગણપત રાવ ભોસલે સાથે લગ્ન કર્યા. તેઓએ વર્ષ 1949માં લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન માત્ર 11 વર્ષ જ ટકી શક્યા.

3 / 6
આ પછી આશા ભોંસલેએ પ્રખ્યાત સંગીતકાર આરડી બર્મન સાથે લગ્ન કર્યા. આશાએ વર્ષ 1980માં પંચમ દા સાથે સાત ફેરા લીધા. પરંતુ આ ખુશી લાંબો સમય ચાલી નહિ. જ્યારે આશા 60 વર્ષની હતી ત્યારે તેના પતિનું અવસાન થયું હતું.

4 / 6
આશાના જીવનમાં ઉતાર-ચઢાવ ચાલુ રહ્યા. તેમની પુત્રી વર્ષા ભોસલેએ 2012માં 54 વર્ષની વયે આત્મહત્યા કરી હતી. તે સમયે આશા પોતે 80 વર્ષની હતી અને તેના માટે આ દુઃખ સહન કરવું એટલું સરળ ન હતું. આ પછી, ગાયકને આંચકો ત્યારે લાગ્યો જ્યારે ત્રણ વર્ષ પછી એટલે કે 2015માં, આશા ભોંસલેના પુત્ર હેમંત ભોસલેનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું.

5 / 6
પરંતુ આ બધા પ્રસંગોએ તેમની મોટી બહેન લતા મંગેશકરે તેમનો સાથ છોડ્યો ન હતો. તેમની બહેન લતા પણ હવે આ દુનિયામાં નથી અને તેમણે એક વર્ષ પહેલા 2022માં 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">