3 વર્ષ ડેટિંગ કર્યા બાદ પલ્લવી અને વિવેકે લગ્ન કર્યા, સાથે ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ
લગભગ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ 28 જૂન 1997ના રોજ વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીએ મુંબઈના ચિન્મય મિશન મંદિરમાં લગ્ન કર્યા હતા.તો આજે આપણે પલ્લવી જોશીના પરિવાર વિશે વાત કરીએ.

અભિનેત્રી પલ્લવી જોશીએ 'કાશ્મીર ફાઇલ્સ'માં પોતાના અભિનયથી બધાને ઈમ્પ્રેસ કર્યા હતા.ફેમસ બોલિવૂડ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને તેમની પત્ની પલ્લવી જોશીની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.પલ્લવી જોશીના પરિવાર વિશે વાત કરીએ.

'ધ બેંગાલ ફાઇલ્સ'નું દિગ્દર્શન વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ પલ્લવી જોશી અને અભિષેક અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે. ગંભીર મુદ્દાઓ પર ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત વિવેક રંજને 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'વેક્સીન વોર' જેવી ફિલ્મો બનાવી છે.

પલ્લવી જોશીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

બંગાળની દુર્ઘટના અને હિન્દુ નરસંહાર પર આધારિત 'ધ બંગાળ ફાઇલ્સ'માં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, ગોવિંદ નામદેવ, પુનીત ઇસ્સાર, બબ્બુ માન અને પાલોમી ઘોષ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

પલ્લવી જોશી એક ભારતીય અભિનેત્રી, લેખિકા અને ફિલ્મ નિર્માતા છે, જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. ફિલ્મો અને ટેલિવિઝન કારકિર્દીમાં પલ્લવી જોશીને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ફિલ્મફેર પુરસ્કારો માટે નામાંકન જેવા સન્માન પ્રાપ્ત થયા છે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી પલ્લવી જોશી આજે તેના દમદાર અભિનય માટે જાણીતી છે, પરંતુ સિનેમાની દુનિયામાં તેનો પ્રવેશ ખૂબ જ દુઃખદ હતો. પલ્લવીએ 1973 માં ફિલ્મ 'નાગ મેરે સાથી' થી ડેબ્યૂ કર્યું હતું.

જોશીનો જન્મ 4 એપ્રિલ 1969ના રોજ થયો હતો. પલ્લવી જોશીએ જણાવ્યું હતુ કે, જ્યારે તેને એક ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ મળ્યું હતુ, પરંતુ એક દ્રશ્યને કારણે, દિગ્દર્શક તેના પર એટલો ગુસ્સે થયો કે તેણે તેને થપ્પડ મારી દીધી હતી.

પલ્લવી જોશી એક ભારતીય અભિનેત્રી છે જેમણે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 1997માં ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યા હતા અને તેમના બે બાળકો છે. તે માસ્ટર અલંકાર જોશીની બહેન છે, જે પણ બાળ કલાકાર હતા.

બાળ કલાકાર તરીકે અનેક ફિલ્મોમાં અભિનય કર્યા પછી, ભુજંગયના દશાવતાર, રિહાયી, રુક્માવતી કી હવેલી , અને વો છોકરી, જેમાં તેણીએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર - સ્પેશિયલ જ્યુરી એવોર્ડ (ફીચર ફિલ્મ) જીત્યો.શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર પુરસ્કાર, મુજરિમ ,સૌદાગર , પનાહનો સમાવેશ થાય છે.

વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીની લવ સ્ટોરી મુંબઈના એક કોન્સર્ટથી થઈ હતી. તે સમયે પલ્લવી જોશી અભિનેત્રી હતી અને વિવેક અગ્નિહોત્રી જાહેરાત બનાવતા હતા.

પલ્લવી જોશીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, પહેલી મુલાકાતમાં વિવેક અગ્નિહોત્રી તેને ધમંડી લાગ્યા હતા. 3 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંન્નેએ લગ્ન કર્યા હતા.પલ્લવી જોશીએ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

વિવેક અગ્નિહોત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 'સાથે કામ કરવાથી અમારા લગ્નજીવન પર ઊંડી અસર પડી છે. અમે બંને એકબીજાનો આદર કરીએ છીએ અને સૌથી મહત્વપૂર્ણ બાબતો પણ શેર કરીએ છીએ'.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
