એશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મોંઘા ગાઉન નહી પરંતુ સિમ્પલ સાડી પહેરી પહોંચી ,જુઓ ફોટો
હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય સિંદૂર લગાવી પહોંચી હતી. માત્ર એશ્વર્યા જ નહી પરંતુ વધુ એક અભિનેત્રી સાડી પહેરી જોવા મળી હતી. ચાહકોને દેશી લુક ખુબ પસંદ આવી રહ્યો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રાન્સના શહેર કાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ 13 મેથી શરુ થયો છે અને 24 મે સુધી ચાલશે. દુનિયાભરના સ્ટાર આ ફિલ્મ મહોત્સવમાં સામેલ થઈ રહ્યા છે.

આ ઈવેન્ટમાં કાંઈ એવું થયું જેને ચાહકો ઓપરેશન સિંદૂર સાથે જોડી રહ્યા છે. બોલિવુડ અભિનેત્રીઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓપરેશન સિંદૂરનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં પ્રથમ નામ એશ્વર્યા રાય બચ્ચનું આવી રહ્યું છે જ્યારે બીજું નામ અદિતિ રાવ હૈદરીનું લેવામાં આવી રહ્યું છે.

22 મેના રોજ પાકિસ્તાની આંતકીઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 લોકોની હત્યા કરી હતી. જેમાં અનેક મહિલાઓના સિંદૂરને દૂર કર્યા હતા. 7 મેના રોજ ભારતીય સશસ્ત્ર બળોએ ઓપરેશન સિંદૂર ચલાવી આતંકીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે.

એશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. તેમણે બનારસી સાડી સાથે જ્વેલરી પણ પહેરી હતી. જેમાં સૌ કોઈનું વધારે ધ્યાન ખેચ્યું હોય તો તે છે, તેનું સિંદૂર એશ્વર્યા રાય બચ્ચન સિંદૂર લગાવી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી.

અભિનેત્રીના ફોટો સોશિયલ મીડિયા પર આવતા લોકો આ લુકને ઓપરેશન સિંદૂર સાથે જોડી રહ્યા છે. માત્ર એશ્વર્યા રાય બચ્ચન જ નહી પરંતુ અભિનેત્રી અદિતિ પણ સિંદૂર લગાવી આ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવુડના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
