Hema Malini and Dharmendra Photos: લગ્નના થયાં 43 વર્ષ, ધર્મેન્દ્ર-હેમા માલિનીનો ફેમિલી ફોટો થયો વાયરલ, ફેન્સે કહ્યું – સુપર-ડુપર જોડી
Hema Malini and Dharmendra Photos: બોલિવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર (Dharmendra) અને હેમા માલિનીના લગ્નને 43 વર્ષ થઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર સાથે ધર્મેન્દ્રના ફાર્મ હાઉસ પર વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે.

બોલિવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર અને હેમા માલિનીના લગ્નને 43 વર્ષ થઈ ગયા છે. આ અવસર પર બંનેએ પરિવાર સાથે સેલિબ્રેશન કર્યું છે. ઈશા દેઓેલે એક ફેમિલી ફોટો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. (Image - Social Media)

આ ફોટોમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની બંને પુત્રીઓ સાથે જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર સાથે ધર્મેન્દ્રના ફાર્મ હાઉસ પર વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. (Image - Social Media)

ઈશાએ જે ફોટો શેર કર્યો છે, તેમાં ધર્મેન્દ્ર પિંક શર્ટ અને બ્રાઉન પેન્ટમાં જોવા મળી રહ્યો છે. તે ફોટોમાં હેમા માલિની રેડ-ગ્રીન પ્રિન્ટેડ સાડી પહેરેલી જોવા મળે છે, બંને પુત્રીઓ ઈશા અને અહાના પણ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. (Image - Social Media)

ફેન્સ ધર્મેન્દ્ર અને હેમા માલિનીને લાંબા સમય પછી એક સાથે ફ્રેમમાં જોઈને ખુશ છે. ફેન્સ આ જોડીને સુપર ડુપર હિટ જોડી કહી રહ્યા છે. (Image - Social Media)

ફેન્સ આ ફોટો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. તો કેટલાક ફેન્સ બોબી અને સનીને આ મિસ કરી રહ્યા છે. (Image - Social Media)