Gujarati News » Photo gallery » Cinema photos » Birthday special Yuvika Chaudhary Tv Actress Husband Prince Narula Song Reality show Image and more in gujarati
Yuvika Chaudhary Birthday : પોતાનાથી ઉંમરમાં નાના પ્રિન્સ નરુલા સાથે લગ્ન કરતાં પહેલા આ અભિનેતા સાથે રિલેશનમાં હતી યુવિકા!
યુવિકા ચૌધરીએ (Yuvika Chaudhary) પોતાના કરિયરની શરૂઆત ટેલેન્ટ રિયાલિટી શોથી કરી હતી. તેણે પોતાનાથી 7 વર્ષ નાના પ્રિન્સ નરુલા સાથે લગ્ન કર્યા.
ટીવીની સુંદર અભિનેત્રી યુવિકા ચૌધરીનો આજે જન્મદિવસ છે. બિગ બોસ કપલ પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ વર્ષ 2018માં ખૂબ જ ભવ્ય રીતે લગ્ન કર્યા હતા, તે બંને બિગ બોસના ઘરમાં એકબીજાને મળ્યા હતા અને આ ઘરમાં બંનેને અહેસાસ થયો હતો કે, તેમણે બંનેએ એકબીજા સાથે હંમેશા રહેવું જોઈએ.
1 / 5
બહુ ઓછા લોકો જાણે છે કે, યુવિકા ચૌધરી પ્રિન્સ નરુલા પહેલા ઘણા લોકોને ડેટ કરી ચૂકી છે. યુવિકા ચૌધરી અને ટીવી એક્ટ્રેસ વિપુલ રાય લગભગ 10 વર્ષ સુધી એકબીજા સાથે સંબંધમાં હતા. જો કે 10 વર્ષ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
2 / 5
વર્ષ 2018માં જ્યારે યુવિકા અને પ્રિન્સે સગાઈ કરી હતી, ત્યારે યુવિકાના એક્સ બોયફ્રેન્ડ વિપુલ રોયને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, યુવિકા કોઈ બીજા સાથે લગ્ન કરવા જઈ રહી છે, આના પર તમારું શું કહેવું છે, તો તેણે જવાબ આપ્યો હતો કે, હું બંનેને તેના નવા જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવા ઈચ્છું છું. તે મારી શ્રેષ્ઠ મિત્ર છે. અમે લાંબા સમય સુધી સાથે હતા, પરંતુ કાયમ માટે સાથે રહી શક્યા નહીં.
3 / 5
વિપુલે એમ પણ કહ્યું હતું કે, યુવિકા ખૂબ જ સારી વ્યક્તિ અને બેસ્ટ ફ્રેન્ડ છે, જે પણ છોકરી લગ્ન કરે છે, તો તેને તમામ ખુશીઓ મળવાનો અધિકાર છે અને હું યુવિકા માટે પ્રાર્થના કરીશ કે તેને બધી ખુશીઓ મળે.
4 / 5
યુવિકા અને વિપુલે ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. આ જ કારણ છે કે તેમના બ્રેકઅપનું કારણ ક્યારેય સામે આવી શક્યું નથી.