સ્કુલમાં લેડી ડોન હતી બિપાશા બાસુ, ટોપ 50 સેક્સી મહિલાઓની લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે
બિપાશા બાસુ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તેના જન્મદિવસ પર અભિનેત્રીને ચાહકો તેમજ બોલિવુડ સ્ટાર શુભકામના પાઠવી રહ્યા છે. તેના પતિ કરણ સિંહ ગ્રોવરે પણ તેને આ ખાસ દિવસે શુભેચ્છા પાઠવી છે. તો ચાલો આજે આપણે બિપાશા બાસુના પરિવાર વિશે જાણીએ.

બિપાશા બાસુનો જન્મ 7 જાન્યુઆરી 1978ના રોજ નવી દિલ્હીમાં એક હિન્દુ બંગાળી પરિવારમાં થયો હતો. તેમની એક મોટી બહેન બિદિશા અને નાની બહેન વિજેતા છે. બિપાશા બાસુએ પોતાનો પ્રારંભિક અભ્યાસ કોલકાતાથી પૂર્ણ કર્યો હતો. તેણે વર્ષ 1996માં કોલકાતાથી મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.

ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેને સ્વાસ્થ્ય પ્રત્યે પણ ખુબ એક્ટિવ છે. જે તેના ઘણા વીડિયોમાં જોઈ શકાય છે. આ સિવાય તે ઘણી બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સ સાથે જોડાયેલી છે.

આ સિવાય તેણીએ મહિલાઓ અને પ્રાણીઓના અધિકારો અંગે પણ પોતાનો અવાજ ઉઠાવી ચૂકી છે. તેનું જોન અબ્રાહમ સાથે લાંબા સમયથી અફેર હતું, પરંતુ 2016માં તેણે કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા.

જે પછી તેણે અજનબી (2001)માં તેના નેગેટિવ પાત્ર સાથે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. આ ફિલ્મને કારણે તેને બેસ્ટ ડેબ્યૂ માટેનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. તેની પ્રથમ લીડ ભૂમિકા ફિલ્મ રાઝ (2002) હતી, જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને તેણીને શ્રેષ્ઠ અભિનેત્રી નોમિનેશન માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

2006માં તે ચાર ફિલ્મોમાં જોવા મળી હતી, જેમાં ફિર હેરા ફેરી, કોર્પોરેટ, ઓમકારા અને ધૂમ 2નો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મોને તેમના રિવ્યુમાં ખૂબ વખાણ મળ્યા અને કમાણી કરવામાં પણ સફળ રહી હતી. મ્યુઝિક આલ્બમમાં પણ અભિનેત્રી કામ કરી ચૂકી છે.

બિપાશા બાસુએ એક ખુલાસો કર્યો હતો કે સ્કૂલના સમયમાં બધા તેને લેડી ડોન કહેતા હતા. બિપાસા બાસુ 2 વખત ટોપ 50 સેક્સી મહિલાઓની લિસ્ટમાં સામેલ થઈ હતી.

બિપાશા બાસુનો જન્મ દિલ્હીમાં થયો હતો પરંતુ તેનો ઉછેર કોલકાતામાં થયો હતો. અભિનેત્રીએ 1996માં સુપરમોડેલ સ્પર્ધા જીતી, અને પછીથી ફેશન મોડલ તરીકે કારકિર્દી બનાવવાનું શરૂ કર્યું. આ પછી તેને ફિલ્મોમાં કામ કરવાની ઘણી ઓફર મળવા લાગી.

અલોન ફિલ્મ દ્વારા બિપાશા અને કરણની નિકટતા વધવા લાગી હતી.લગ્ન કરીને બંનેએ જીવનભર તેમના સંબંધોને સત્તાવાર જાહેર કરી દીધા હતા.લગ્નના થોડા વર્ષો બાદ કરણ અને બિપાશાના ઘરે એક નાની પરીનો જન્મ થયો છે,
