અનન્યા પાંડે વીકેન્ડ પર બ્લુ બિકીનીમાં જોવા મળી, સુહાના ખાને કહ્યું bikini babe જુઓ Photos
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (ananya panday) હાલમાં તેના રિલેશનશિપ્સને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ તેની સ્પેનિશ ટ્રીપની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેના ખાસ મિત્રએ પણ પ્રતિક્રિયા આપી છે.


અભિનેત્રી અનન્યા પાંડે હાલમાં જ આદિત્ય રોય કપૂર સાથે વેકેશન મનાવીને પરત ફરી છે. આ દરમિયાન તે ફોટા પણ શેર કરી રહી છે. બંને વચ્ચેની નિકટતા હવે કોઈનાથી છુપાયેલી નથી અને ચાહકો પણ આ સંબંધ પર પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. ( Photo credit- @ananyapanday)

હાલમાં અનન્યાએ સ્પેન ટ્રિપથી પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે બિકનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીના આ ફોટોમાં સમુદ્ર કિનારે રિલેક્સ કરતી જોવા મળી રહી છે.

આ દરમિયાન અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેણે સનગ્લાસ પણ પહેર્યા છે. અનન્યાએ ટાપુના સુંદર નજારાની ઝલક પણ ચાહકો સાથે શેર કરી છે.

અનન્યાએ આ ફોટો સ્પેનિશ આઇલેન્ડ ઇબિઝાથી શેર કર્યો છે. આ ફોટામાં તે બ્લુ કલરની સેમી ઓફ શોલ્ડર બિકીનીમાં જોવા મળી રહી છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તેના બેસ્ટ ફ્રેન્ડ અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને પણ એક્ટ્રેસના આ ફોટા પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું- વાહ, બિકીની બેબ. આ સિવાય ચાહકો પણ અનન્યાની આ તસવીરોના વખાણ કરતા જોવા મળે છે.( all Photo credit- @ananyapanday)



























































