Alia Bhatt Lookalike : પોતાની હમશકલ જોઇને સ્ટાર્સને પણ આવી જાય છે ચક્કર, આલિયા ભટ્ટની હમશકલ જોઈને તમે પણ માથું ખંજવાળશો
બોલિવૂડના કેટલાક સ્ટાર્સના ચહેરા પણ સામાન્ય દુનિયામાં ફરતા હોય છે. આવી સ્થિતિમાં અમે તમને બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ (Alia Bhatt)ની હમશકલ વિશે આજ વાત કરીશું

બોલિવુડના અનેક ફેમસ સેલિબ્રિટીની હમશકલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતી હોય છે, સંજય દત્તથી લઈને સલમાન હોય કે પછી કેટરિનાની હમશકલ હોય તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે, જેને જોઈ તમે પણ દંગ રહી જાવ છો, સેલેસ્ટી બૈરાગી સોશિયલ મીડિયાથી ફેમસ થઈ છે જે બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ જેવી લાગે છે

હ્યુમન બોમ્બે Celesti Bairageyનો એક વીડિયો શેર કર્યો છે, સેલેસ્ટી બૈરાગીને આલિયા ભટ્ટની હમશકલ કહેવામાં આવે છે, તેના પર તેમણે કહ્યું કે, તે પોતાની ઓળખ બનાવી રાખવા માંગે છે, તેમનું સપનું છે કે, તેને આલિયા ભટ્ટના નામથી નહિ પરંતુ સેલેસ્ટી બૈરાગી નામથી ઓળખવામાં આવે.

એક વિડિયોમાં સેલેસ્ટી પોતાના નામથી પોતાનો પરિચય આપે છે, એ પણ જણાવે છે કે, ઉડતા પંજાબની અભિનેત્રી આલિયા ભટ્ટની ફેન કેમ છે કારણ કે, આલિયા ભટ્ટ હંમેશા હંસતી રહે છે, તેમણે કહ્યું કે, એ સાચું છે કે હું આલિયા ભટ્ટ જેવી લાગું છુ, પરંતુ મારી પોતાની પણ એક ઓળખ બનાવવા માટે હું ખુબ મહેનત કરી રહી છુ, હું એક દિવસ બોલિવુડમાં ડેબ્યુ કરીશ અને આલિયા ભટ્ટને મળીશ

એક શોર્ટ ક્લિપ અને વીડિયો ફોટોનું મૈશઅપ હતુ જેમાં સેલેસ્ટી બૈરાગી સાડી પહેરી ગંગુબાઈ કાઠિયાવાડી જેમ ડાન્સ કરી રહી છે, અન્ય ફોટોમાં તેની body language આલિયા ભટ્ટ સાથે મેળ ખાતી જોવા મળી રહી છે,

સેલિબ્રિટીના ઈન્સ્ટ્રાગ્રામ પર 383k ફોલોવર છે,સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરરોજ એક વીડિયો બનાવી શેર કરે છે જેના પર તેને ખુબ લાઈક્સ અને કોમેન્ટ આવે છે