AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Census 2027 Rules: જનગણનામાં ખોટી માહિતી આપી તો જેલ ભેગા થવાનો વારો આવશે, જાણી લો આ કડક નિયમો અને દંડની જોગવાઈ

દેશભરમાં શરૂ થઈ રહેલી જનગણના 2027 (Census 2027) ને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ નાગરિક જાણીજોઈને ખોટી માહિતી આપશે અથવા સરકારી કર્મચારીને કામ કરતા રોકશે, તો તેણે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.

| Updated on: May 16, 2026 | 3:31 PM
Share
સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે જનગણનામાં ગમે તે વિગતો લખાવી શકાય છે અને તેની કોઈ તપાસ નથી થતી. પરંતુ આ વખતે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ખોટી માહિતી કાયદાકીય મુશ્કેલી નોતરી શકે છે. જનગણના અધિનિયમ, 1948 ની કલમ 11 હેઠળ આ એક સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા છે, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

1 / 5
ખોટી માહિતી આપી તો શું થશે સજા?: સરકારના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ જાણીજોઈને ખોટી કે અધૂરી માહિતી આપશે, સવાલોના જવાબ આપવાનો ઈન્કાર કરશે અથવા જનગણના અધિકારીની કામગીરીમાં અવરોધ ઊભો કરશે, તો તેને ગુનો માનવામાં આવશે. આ ગુના માટે દોષિત ઠરનાર વ્યક્તિને ₹1000 સુધીનો દંડ, 3 વર્ષ સુધીની જેલ અથવા આ બંને સજા એકસાથે થઈ શકે છે.

2 / 5
નિયમો માત્ર જનતા માટે જ નહીં, કર્મચારીઓ માટે પણ કડક: આ કાયદો માત્ર સામાન્ય નાગરિકોને જ લાગુ નથી પડતો, પરંતુ જનગણનાની કામગીરી કરતા સરકારી કર્મચારીઓ પર પણ એટલો જ લાગુ પડશે. જો કોઈ કર્મચારી પોતાની ફરજમાં બેદરકારી દાખવશે, ખોટા આંકડા તૈયાર કરશે અથવા કોઈ નાગરિકનો ડેટા લીક કરશે, તો તેમની સામે પણ આ જ કાયદા હેઠળ કડક કાનૂની પગલાં લેવાશે. જોકે, સરકારે ખાતરી આપી છે કે નાગરિકોની અંગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

3 / 5
આ વખતે શું નવું છે? પ્રથમ વખત ડિજિટલ જનગણના: જનગણના 2027 ની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ રીતે થઈ રહી છે. નાગરિકોને જાતે જ ઓનલાઈન માહિતી ભરવા માટે સેલ્ફ-એન્યુમેરેશન (સ્વ-ગણતરી) ની સુવિધા આપવામાં આવી હતી. હવે આજથી એટલે કે 16 મેથી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને આંકડા એકત્રિત કરવાનું શરૂ કરશે.

4 / 5
જો તમે ઓનલાઈન ફોર્મ ભરી દીધું હોય, તો તમારે ઘરે આવનાર કર્મચારીને માત્ર તમારો આઈડી નંબર આપવાનો રહેશે. આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોએ કુલ 33 સવાલોના જવાબ આપવાના રહેશે, જેમાં અંદાજે 15 થી 20 મિનિટનો સમય લાગશે.  ઓનલાઇન  ફોર્મ ભરવા માટે આ લિંક પર જવું: (https://se.census.gov.in)

5 / 5

મેટામાં ફરી સર્જાશે બેરોજગારી : 8,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી, માર્ક ઝુકરબર્ગે એવું તો શું કહ્યું કે આખું ટેક જગત ફફડી ઉઠ્યું ?

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી

વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!

કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video

ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video

અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ

નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર

સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">