AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેટામાં ફરી સર્જાશે બેરોજગારી : 8,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી, માર્ક ઝુકરબર્ગે એવું તો શું કહ્યું કે આખું ટેક જગત ફફડી ઉઠ્યું ?

ટેક જાયન્ટ મેટા હવે સંપૂર્ણપણે બદલાઈ રહી છે. માર્ક ઝુકરબર્ગે સ્પષ્ટ કર્યું છે કે હવે કંપનીને મોટી ટીમોની નહીં પણ AI ની મદદથી કામ કરતા મુઠ્ઠીભર લોકોની જરૂર છે. ડેટા સેન્ટર અને ચિપ્સ પાછળ અબજો ડોલરના ખર્ચ વચ્ચે કર્મચારીઓના પગાર પર કાતર ફેરવવાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.

મેટામાં ફરી સર્જાશે બેરોજગારી : 8,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી, માર્ક ઝુકરબર્ગે એવું તો શું કહ્યું કે આખું ટેક જગત ફફડી ઉઠ્યું ?
Image Credit source: AI
| Updated on: May 12, 2026 | 4:30 PM
Share

દુનિયામાં જ્યારે ભૂ-રાજકીય તણાવ ચરમસીમા પર છે, ત્યારે ટેક જગતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને કારણે લોકોની નોકરીઓ છીનવવાનો સિલસિલો તેજ બન્યો છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા આગામી 20 મેના રોજ વધુ 8,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગ હવે મેટાને નાની અને AI આધારિત ટીમોમાં ફેરવી રહ્યા છે, જેનો સીધો અર્થ એ છે કે હવે કંપનીમાં માણસોની જગ્યા ટેકનોલોજી લઈ રહી છે.

શા માટે લેવાયો આ સખત નિર્ણય?

ઝુકરબર્ગનું માનવું છે કે AI ટૂલ્સની મદદથી હવે એક કે બે લોકો એક અઠવાડિયામાં તેટલું કામ કરી શકે છે, જે કરવા માટે પહેલા ડઝનબંધ એન્જિનિયરોને મહિનાઓ લાગતા હતા. આ ફેરફારને કારણે કંપની હવે ‘અલ્ટ્રાફ્લેટ’ માળખું લાગુ કરી રહી છે, જ્યાં 50 એન્જિનિયરો વચ્ચે માત્ર એક જ મેનેજર હશે. ઝુકરબર્ગે સીધો સંકેત આપ્યો છે કે કંપનીમાં હવે એવા જ લોકો રહી શકશે જેઓ એકલા હાથે મોટા પ્રોજેક્ટ્સ સંભાળવાની ક્ષમતા ધરાવતા હોય.

રેકોર્ડબ્રેક ખર્ચ અને રોકાણકારોની ચિંતા

મેટા આ વર્ષે ડેટા સેન્ટર્સ, કસ્ટમ ચિપ્સ અને AI મોડલ ટ્રેનિંગ પાછળ 125 થી 145 અબજ ડોલરનો જંગી ખર્ચ કરી રહી છે. કંપનીની સીએફઓ સુસાન લીના જણાવ્યા મુજબ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનો ખર્ચ ગત વર્ષ કરતા લગભગ બમણો થઈ ગયો છે. આ ખર્ચને સંતુલિત કરવા માટે કર્મચારીઓના પગારમાં કાપ મૂકવો અનિવાર્ય બન્યો છે. જોકે, આ આડેધડ ખર્ચને કારણે શેરબજારમાં પણ નકારાત્મક અસર જોવા મળી છે અને મેટાના શેરમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કર્મચારીઓ પર AI ની નજર

કંપનીમાં માત્ર છટણી જ નથી થઈ રહી, પરંતુ જેઓ કામ કરી રહ્યા છે તેમના પર પણ સખત નજર રાખવામાં આવી રહી છે. મેટાએ ‘મોડલ કેપેબિલિટી ઇનિશિયેટિવ’ નામનું એક ટૂલ લાગુ કર્યું છે, જે કર્મચારીઓના કી-બોર્ડ ટાઈપિંગ, ક્લિક્સ અને માઉસ મૂવમેન્ટને રેકોર્ડ કરે છે. આ ડેટાનો ઉપયોગ AI એજન્ટોને તાલીમ આપવા માટે કરવામાં આવી રહ્યો છે. સતત વધતી જતી આ દેખરેખ અને નોકરી જવાની બીકને કારણે મેટાના કર્મચારીઓનું મનોબળ અત્યંત નીચલા સ્તરે પહોંચી ગયું છે.

ભવિષ્યનો સંકેત

મેટાની આ વ્યૂહરચના એ વાતનો પુરાવો છે કે ભવિષ્યમાં આઈટી સેક્ટરમાં કામ કરવાની પદ્ધતિ બદલાઈ જશે. કંપનીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે માત્ર ડિગ્રી નહીં પણ AI સાથે કામ કરવાની ઝડપ જ તમારી નોકરી બચાવી શકશે.

EV સેક્ટરમાં કમાણીની મોટી તક: બેટરી રિસાયકલિંગ માટે ભારત-EU આપશે 169 કરોડની મદદ, સ્ટાર્ટઅપ્સ માટે લોટરી લાગી

Follow Us
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
g clip-path="url(#clip0_868_265)">