Crypto Kidnapping : પોલીસ બળજબરીથી છીનવાયેલા બિટકોઇનને કેવી રીતે ટ્રેક કરે છે ? શું તે પાછા મળી શકે છે ? જાણો શક્યતા
ક્રિપ્ટોકરન્સીનું ડીસેન્ટ્રલાઈઝ્ડ નેચર જ તેને 'ફ્યુચર કરન્સી' બનાવે છે. જો કે, આ જ સુવિધાને કારણે ઘણા લોકો ક્રિપ્ટો કિડનેપિંગનો ભોગ બને છે. હવે જોવાનું એ છે કે, પોલીસ આવા કેસોનો કેવી રીતે સામનો કરે છે અને પીડિતને ક્રિપ્ટોક્રિપ્ટોકરન્સી પરત મળે છે કે નહી તેની શક્યતાઓ શું છે?

ક્રિપ્ટો કિડનેપિંગના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આવા કિસ્સાઓમાં, ખાસ કરીને જે લોકો પાસે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી છે તેમને નિશાન બનાવવામાં આવે છે. ગુનેગારો આવા લોકોનું અપહરણ કરે છે અને બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી ખંડણી તરીકે લે છે. જણાવી દઈએ કે, આવા ગુનેગારોને પકડવા અશક્ય નથી. પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ આ લોકોને ટ્રેક કરી શકે છે.

ક્રિપ્ટો કિડનેપિંગનો કેસ પોલીસ માટે અન્ય કિડનેપિંગના કેસ જેવા જ છે. પોલીસ આરોપીઓ સામે BNS એટલે કે ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ કેસ નોંધે છે. BNS ની કલમ 137, 139 અને 140 કિડનેપિંગને વ્યાખ્યાયિત કરે છે અને તેના માટે સજાની જોગવાઈ કરે છે.

ભારતમાં, આવા કેસોની સજા 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની હોઈ શકે છે. ક્રિપ્ટો કિડનેપિંગના કિસ્સામાં, એક તરફ કિડનેપિંગનો કેસ નોંધાય છે. બીજી તરફ, લૂંટ અને સાયબર ક્રાઇમનો કેસ પણ નોંધાય છે.

ક્રિપ્ટો કિડનેપિંગના કિસ્સાઓ પોલીસ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. આરોપીઓને ખંડણી તરીકે આપવામાં આવેલી ક્રિપ્ટોકરન્સીને ટ્રેક કરવી મુશ્કેલ હોય છે. ઘણીવાર તો આ તાત્કાલિક નિયમનકારી તપાસ પહોંચની બહાર હોય છે.

ભારતમાં પોલીસ તેમના સાયબર યુનિટની મદદથી આવા ગેરકાયદેસર વ્યવહારોને ટ્રેક કરવા માટે એડવાન્સ બ્લોકચેન એનાલિસીસ ટૂલનો ઉપયોગ કરે છે. આ સિવાય પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ ક્રિપ્ટોકરન્સીને ટ્રેક કરવા માટે ચેઇનલિસિસ, એલિપ્ટિક અને સાયફરટ્રેસ જેવા ફોરેન્સિક ટૂલ્સનો ઉપયોગ કરે છે.

પબ્લિક બ્લોકચેનમાં ક્રિપ્ટોકરન્સીના ફ્લોને ટ્રેસ કરવું શક્ય છે. ખાસ કરીને, એક્સચેન્જ પરના ટ્રાન્ઝેક્શનથી ક્લસ્ટર વોલેટ એડ્રેસ જાહેર કરવામાં આવે છે, જે એક્સચેન્જને ડાર્કનેટ માર્કેટપ્લેસ સાથે જોડે છે. ટૂંકમાં બિટકોઇન અથવા કોઈપણ ટ્રેસેબલ ક્રિપ્ટોકરન્સીને ઘણી હદ સુધી ટ્રેક કરી શકાય છે.

બિટકોઈન જેવી કરન્સીમાં ખંડણી ચૂકવ્યા પછી તેને ટ્રેક તો કરી શકાય છે પરંતુ રિકવર કરવા ખૂબ જ મુશ્કેલ છે. આ ઉપરાંત, રિકવરી ઘણા ફેક્ટરો પર પણ નિર્ભર કરે છે. આમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે, આવા કેસની રિપોર્ટિંગનો સમય.

આવા ગુનાઓમાં જો માહિતી સમયસર મળે, તો પોલીસ અને કાયદા અમલની એજન્સીઓ ક્રિપ્ટો એસેટને તાત્કાલિક ફ્રીઝ કરી શકે છે. ભારતમાં, પોલીસ ક્રિપ્ટો એક્સચેન્જની મદદથી ખંડણીની રકમ તાત્કાલિક ફ્રીઝ કરી શકે છે.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
