AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાખો-કરોડોનો ‘ટેક્સ’ બચી જશે! ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? આ સેક્શન હેઠળ મળશે ‘મોટી રાહત’

શેર વેચીને ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે રાહત લાવી શકે છે. આ ખાસ સેક્શન હેઠળ, ઘર ખરીદતી વખતે તમે મોટી છૂટ મેળવી શકો છો, જેના કારણે લાખો-કરોડોનો ટેક્સ બચી શકે છે.

| Updated on: Jan 25, 2026 | 6:11 PM
Share
ઘણા રોકાણકારો ઘર ખરીદવા માટે નાણાંની વ્યવસ્થા શેરના વેચાણ દ્વારા કરે છે. આ માટે લાંબાગાળાના ઇક્વિટી રોકાણને રિડીમ કરવામાં આવે છે. હવે આવી સ્થિતિમાં રોકાણકારોને આશા હોય છે કે, તેઓ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 54F (Section 54F) હેઠળ ટેક્સ બેનિફિટ મેળવી શકશે અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) નો ઉપયોગ કરી શકશે.

1 / 9
એવામાં આનાથી જોડાયેલી ઘણી મહત્વની બાબતો છે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે. આથી આ સેક્શનનો પૂરો લાભ મેળવી શકાય. જો હવેથી માર્ચ 2026 ના અંત સુધીમાં શેરનું વેચાણ કરવામાં આવે, તો શું આ તમામ વેચાણથી થતા કુલ કેપિટલ ગેઈન્સ પર સેક્શન 54F હેઠળ છૂટ મળી શકે છે?

2 / 9
જો ઘર ખરીદવા માટે લોન લીધી હોય અને માર્ચ 2026 સુધી શેરના વેચાણથી થયેલા નફાનો ઉપયોગ લોનના હપ્તા એટલે કે EMI ભરવા માટે કરવામાં આવે, તો શું આવી સ્થિતિમાં પણ સેક્શન 54F નો લાભ લઈ શકાય?

3 / 9
શું ઇક્વિટી શેર વેચવા અને ઘરમાં રોકાણ કરવા પર મળતી સેક્શન 54F ની છૂટ માત્ર એક જ વાર મળે છે કે પછી ₹10 કરોડની મર્યાદા સુધી અનેક વર્ષોમાં પણ તેનો દાવો કરી શકાય છે?

4 / 9
મળતી માહિતી મુજબ, સેક્શન 54F હેઠળ વ્યક્તિગત કરદાતા (Individual) અને એચયુએફ (HUF) ને રહેણાંક મિલકતના વેચાણ સિવાયની બીજી કોઈ પણ કેપિટલ એસેટ (જેમ કે શેર, સોનું, બોન્ડ વગેરે) માંથી થયેલા લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર છૂટ (એગ્ઝેમ્પ્શન) મળે છે. આ છૂટ મેળવવા માટે એ જરૂરી છે કે, કેપિટલ એસેટના વેચાણથી મળેલી કુલ રકમ (Net Fund) ને એક નિર્ધારિત સમય મર્યાદામાં રહેણાંક મિલકત ખરીદવામાં રોકવામાં આવે.

5 / 9
સરળ શબ્દોમાં સમજીએ તો, જો રહેવા માટે તૈયાર ઘર (Ready-to-move) ખરીદવામાં આવે, તો તેને કેપિટલ એસેટના વેચાણની તારીખથી બે વર્ષની અંદર ખરીદવું જરૂરી છે. ખાસ વાત એ છે કે, આ છૂટ ત્યારે પણ મળે છે, જ્યારે કેપિટલ એસેટ વેચાણ કરતાં એક વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હોય. બીજી તરફ, જો કરદાતા તૈયાર ઘર ખરીદવાને બદલે તેને બનાવે છે અથવા અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ખરીદે છે, તો તેને તે તૈયાર કરવા માટે ત્રણ વર્ષનો સમય મળે છે.

6 / 9
એક બીજી મહત્વની બાબત એ છે કે, આ છૂટ માત્ર એક જ ટ્રાન્ઝેક્શન પર મળશે એવું નથી પરંતુ તેને ઘણા ટ્રાન્ઝેક્શન માટે ક્લેમ કરી શકાય છે. જો કે, દરેક ટ્રાન્ઝેક્શન માટે એ જરૂરી છે કે, ઘરની ખરીદીને લગતી લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ સાથે જોડાયેલી સમય મર્યાદા (Time Limit) પૂર્ણ થતી હોય.

7 / 9
સેક્શન 54F ની છૂટ એક કરતા વધુ નાણાકીય વર્ષોમાં અને એક કરતા વધુ ઘરની ખરીદી માટે પણ મેળવી શકાય છે. આના માટે શરત એ છે કે, જે તારીખે તમે તે કેપિટલ એસેટ (જેમ કે શેર અથવા સોનું) વેચી રહ્યા છો, એટલે કે જેના માટે છૂટનો દાવો કરવામાં આવી રહ્યો છે, તે તારીખે તમારી પાસે એક કરતા વધુ ઘરની માલિકી હોવી જોઈએ નહીં.

8 / 9
રહેણાંક મિલકત (Residential Property) ની ખરીદીમાં આ સેક્શનનો લાભ લેવા માટે એ જરૂરી નથી કે, કેપિટલ એસેટના વેચાણમાંથી જેટલા પૈસા મળ્યા હોય, તેટલા જ પૈસાનો (રોકડમાં) ઉપયોગ કરવામાં આવે. કાયદો એવું કહે છે કે, સંપૂર્ણ મુક્તિ (Full Exemption) મેળવવા માટે ઘરની કિંમત ઓછામાં ઓછી કેપિટલ એસેટની ચોખ્ખી વેચાણ કિંમત (Net Sale Value) જેટલી હોવી જોઈએ.

9 / 9

આ પાણી વાંચો: ગ્લોબલ માર્કેટ ધ્રૂજી ઉઠ્યું! ઈરાને કેવી રીતે બજારને હચમચાવી દીધું? આખરે આ ચિંતાનું મોટું કારણ શું?

g clip-path="url(#clip0_868_265)">