Business Idea : કમાણીમાં ક્યારેય બ્રેક નહી લાગે, મહિને કમાશો ₹1 લાખ કે તેથી વધુ!
ભારતમાં રેસ્ટોરન્ટ અને કેફે બિઝનેસ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. આ બિઝનેસ થકી લોકો પુષ્કળ કમાણી કરે છે અને પોતાના સપના સાકાર કરે છે. એવામાં ચાલો જાણીએ કે, આ બિઝનેસ કઈ રીતે શરૂ કરવો.

દેશના મોટા શહેરો હોય કે નાના શહેરો, ખાદ્યપદાર્થોના બજારમાં લોકોની અવરજવર સતત જોવા મળે છે. સ્ટ્રીટ ફૂડ, રેસ્ટોરન્ટ, કેફે અને ફૂડકોર્ટ જેવી જગ્યા પર લોકોની ભીડ જામવી એ હવે એક સામાન્ય દૃશ્ય બની ગયું છે.

વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ખાણીપીણીના બિઝનેસમાં દરેક વર્ગના લોકોની રુચિ અને રોકાણ જોવા મળે છે. ફૂડ ઇન્ડસ્ટ્રી દેશની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને રોજગારીના અનેક અવસરો પણ ઉભા કરે છે.

એવામાં જો રેસ્ટોરન્ટ કે કેફે બિઝનેસ શરૂ કરવો હોય તો સૌપ્રથમ યોગ્ય જગ્યા નક્કી કરો. રેસ્ટોરન્ટ અથવા કેફે એવી જગ્યા પર સેટ કરો કે જ્યાં લોકોની અવરજવર રહે. ટૂંકમાં કહીએ તો, કોલેજ, ઓફિસ વિસ્તાર, બજાર કે મોલ નજીક આ બિઝનેસ શરૂ કરી શકાય છે.

હવે વાત કરીએ રોકાણની તો, જો નાનાપાયે કેફે શરૂ કરવું હોય તો તેમાં ઓછામાં ઓછું ₹3 લાખ જેટલું રોકાણ કરવું પડે છે. રોકાણની સાથે-સાથે આ બિઝનેસમાં તમારું ભાડું, ઇન્ટિરિયર ડિઝાઇન, રસોઈના સાધનો, સ્ટોક અને લાઇસન્સ જેવી વસ્તુઓનો અન્ય ખર્ચ પણ સામેલ હોય છે.

હવે જો રેસ્ટોરન્ટની વાત કરીએ તો, તેમાં ₹5-6 લાખથી વધુનું રોકાણ કરવું પડે છે. દૈનિક નફાની વાત કરીએ તો, કેફેમાં રોજનું વેચાણ ₹5,000 થી ₹15,000 જેટલું થાય છે. આ વેચાણમાં ચોખ્ખો નફો અંદાજે ₹1,500થી ₹4,000 જેટલો હોય છે. સરળ રીતે કહીએ તો, તમે મહિને ₹45,000 થી ₹1.2 લાખ કમાઈ શકો છો.

બિઝનેસ શરૂ કરવા માટે FSSAI લાઇસન્સ, GST રજીસ્ટ્રેશન, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ લાઇસન્સ, ફાયર NOC વગેરે જેવા દસ્તાવેજોની જરૂર પડશે.

કેફે કે રેસ્ટોરન્ટ માટે જરૂરી સાધનોમાં ગેસ સ્ટોવ, ફ્રિજ, કટિંગ બોર્ડ, કડાઈ, ટેબલ-ચેર, બિલિંગ માટે POS સિસ્ટમની જરૂર પડે છે. જો તમે takeaway કે delivery પણ કરો છો તો disposable plates અને cups પણ સાથે રાખવા પડશે.

માર્કેટિંગ કરવા માટે તમે Social media પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકો છો. Instagram અને Facebook પર બિઝનેસને લગતી ઑફર્સ શેર કરો તેમજ મેનૂમાં શું છે તેની પણ માહિતી શેર કરો. વધુમાં તમે Influencer Collaborations, Zomato-Swiggy જોડાણ અને લોકલ પેમ્પલેટ વિતરણ થકી પણ બિઝનેસને વેગ આપી શકાય છે.

જો તમે આ ક્ષેત્રમાં નવા છો તો જરાય ચિંતા ન કરશો. શરૂઆતમાં નાના મેનૂ સાથે મિની કેફે શરૂ કરો. YouTube અને Online Coursesમાંથી હોટલ મેનેજમેન્ટની તાલીમ મેળવો. ત્યારબાદ ધીરે-ધીરે અનુભવી સ્ટાફ હાયર કરો અને ગ્રાહકોના ફિડબેક પ્રમાણે બિઝનેસને યોગ્ય દિશા આપો.

આ બિઝનેસને સફળ બનાવવાનો ગુરુ મંત્ર સારો સ્વાદ, ગુણવત્તાયુક્ત સેવા, યોગ્ય લોકેશન અને અસરકારક માર્કેટિંગ છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
