ડો.ટીવી સોમનાથન(Dr. TV Somnathan): તે નાણા મંત્રાલયમાં ખર્ચ સચિવ છે અને આ બજેટ ટીમનો મુખ્ય ચહેરો છે. સોમનાથને કલકત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. તેઓ બજેટમાં મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. સોમનાથન પાસે બજેટ ખર્ચને નિયંત્રિત કરવાનો મોટો પડકાર છે. પરંપરા મુજબ, નાણા મંત્રાલયના 5 સચિવોમાંથી સૌથી વરિષ્ઠ અધિકારીને નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. સોમનાથન હાલમાં આ જવાબદારી સંભાળી રહ્યા છે. સોમનાથન તમિલનાડુ કેડરના 1987ના IAS અધિકારી છે. હવે જોવાનું એ રહે છે કે તેઓ આ નાણાકીય વર્ષમાં મૂડી ખર્ચની ગણતરી કેવી રીતે કરે છે.