Breaking News : અજીત પવાર જ નહી, આ પ્રમુખ નેતાઓએ પણ વિમાન કે હેલિકોપ્ટર દુર્ઘટનાઓમાં ગુમાવ્યા છે જીવ
ભારતના રાજકીય ઇતિહાસમાં અનેક એવા દુઃખદ પ્રસંગો નોંધાયા છે, જ્યારે દેશના પ્રખ્યાત નેતાઓનું વિમાન અથવા હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. સંજય ગાંધીથી લઈ વિજય રૂપાણી સુધી, આવી દુર્ઘટનાઓએ દેશને હચમચાવી નાખ્યો છે. આ લેખમાં એવા જ મહત્વપૂર્ણ નેતાઓ અને તેમની દુર્ઘટનાઓ વિશે વિગત આપવામાં આવી છે.

અજીત પવાર : મહારાષ્ટ્રના DyCM અને NCPના વડા અજિત પવારનું અવસાન 28 જાન્યુઆરી 2026 રોજ થયું બુધવારે સવારે તેમનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. વિમાન બળીને ખાખ થઈ ગયું હતું. તેમાં સવાર છ લોકોના મોત થયા છે.

સુભાષ ચંદ્ર બોસ : સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતા નેતાજી સુભાષ ચંદ્ર બોસના અવસાન અંગે આજે પણ ચર્ચા છે. 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇવાનમાં થયેલી વિમાન દુર્ઘટનામાં તેમના મૃત્યુનો દાવો કરવામાં આવે છે, જોકે આ મુદ્દે હજુ પણ વિવાદ યથાવત છે.

સંજય ગાંધી : ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના પુત્ર અને કોંગ્રેસના પ્રભાવશાળી યુવા નેતા સંજય ગાંધીનું અવસાન 23 જૂન 1980ના રોજ થયું હતું. દિલ્હી ખાતે તેઓ પોતે ઉડાવી રહ્યા હતા તે નાના વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી તેમનું અકાળે નિધન થયું હતું.

માધવરાવ સિંધિયા : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધિયાનો 30 સપ્ટેમ્બર 2001ના રોજ ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ ભારતીય રાજકારણમાં સૌમ્ય અને લોકપ્રિય નેતા તરીકે ઓળખાતા હતા.

વાય.એસ. રાજશેખર રેડ્ડી : આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય.એસ.આર. તરીકે ઓળખાતા વાય.એસ. રાજશેખર રેડ્ડીનું 2 સપ્ટેમ્બર 2009ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમની અચાનક વિદાયથી રાજ્યમાં શોકની લહેર ફરી વળી હતી.

દોરજી ખાંડુ : અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી ડોર્જી ખાંડુનું 30 એપ્રિલ 2011ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. લાંબા સમય સુધી સંપર્ક તૂટ્યા બાદ તેમના અવસાનની પુષ્ટિ થઈ હતી.

જી.એમ.સી. બાલયોગી : ભારતના લોકસભા અધ્યક્ષ રહેલા જી.એમ.સી. બાલયોગીનું 3 માર્ચ 2002ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ દલિત નેતા હતા.

બલવંતરાય મહેતા : ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું નિધન 19મી સપ્ટેબરના રોજ થયું હતું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. પાકિસ્તાની હુમલામાં તેમનું વિમાન માર ગિરાવવામાં આવ્યું હતું.

વિજય રૂપાણી : ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12 જૂન 2025ના રોજ અમદાવાદથી ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેમના નિધનથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત, છેલ્લી ઘડીએ શું થયુ, અહી ક્લિક કરો
