Breaking News : મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત, છેલ્લી ઘડીએ શું થયુ, જુઓ Video
મહારાષ્ટ્રના DyCM અને NCPના વડા અજિત પવારનું મૃત્યું થયું છે. બુધવારે સવારે તેમનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. વિમાન બળીને ખાખ થઈ ગયું હતું. તેમાં સવાર છ લોકોના મોત થયા હતા.
મહારાષ્ટ્રના DyCM અને NCPના વડા અજિત પવારનું નિધન થયું છે. ન્યુઝ એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે. વિમાન ક્રેશમાં અજિત પવારનું મૃત્યું થયું છે. મહારાષ્ટ્રના બારામતીમાં બુધવાર સવારે 8 કલાક 45 મિનિટ પર આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો. વિમાનમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે મૃત્યું થયું છે. અજિત પવાર બારામતીમાં જનસભા કરવા જઈ રહ્યા હતા. પ્લેન જ્યારે બારામતીમાં લેન્ડ કરી રહ્યું હતુ. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
વિમાન બળીને ખાખ થયું છે. જાણકારી મુજબ આ અજિત પવારનું પ્રાઈવેટ વિમાન હતુ.વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
વિમાનમાં કોણ કોણ સવાર હતું?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, બે અન્ય લોકો (એક પીએસઓ અને એક એટેન્ડન્ટ) અને બે ક્રૂ (પીઆઈસી અને એફઓ) સાથે વિમાનમાં સવાર હતા. માહિતી અનુસાર, દુર્ઘટનામાં કોઈ પણ બચી શક્યું નથી.
કાકા શરદ પવાર પાસેથી રાજકારણ શીખ્યા
અજિત પવારે તેમના કાકા શરદ પવાર પાસેથી રાજકારણ શીખ્યું હતુ. તેઓ છેલ્લા ચાર દાયકાથી મહારાષ્ટ્રના રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ રહ્યા છે. અજિત રાજ્યના આઠમા નાયબ મુખ્યમંત્રી હતા અને વિવિધ સરકારોમાં મંત્રી તરીકે સેવા આપી હતી.
