સૌરાષ્ટ્રના દર્દીઓ માટે રાહતના સમાચાર, રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો સફળતાપૂર્વક પ્રારંભ- Video
રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં હવે સ્પાઇન સર્જરીનો સફળતાપૂર્વક પ્રારંભ થયો છે, જેનાથી સૌરાષ્ટ્રના દર્દીઓને મોટી રાહત મળી છે. આયુષ્યમાન કાર્ડધારકોને નિ:શુલ્ક અથવા નજીવા દરે સારવાર મળવાથી, દર્દીઓના દોઢથી ત્રણ લાખ રૂપિયાની બચત થશે અને વડોદરા-અમદાવાદ જવાની જરૂર નહીં રહે.
સૌરાષ્ટ્રના દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટની એઈમ્સ હોસ્પિટલમાં હવે સ્પાઈન સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ પ્રકારની સર્જરી માટે દર્દીઓને વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવુ પડતુ હતુ પરંતુ હવે રાજકોટ એઈમ્સમાં સ્પાઈન સર્જરીનો પ્રારંભ થતા સ્થાનિક તેમજ સૌરાષ્ટ્રભરના દર્દીઓને બહુ દૂર નહીં જવુ પડે. ખાસ કરીને રાજકોટના દર્દીઓને ઘર આંગણે જ શ્રેષ્ઠ સારવાર મળી રહેશે.
રાજકોટ એઈમ્સ માં સફળતાપૂૂર્વક પ્રથમ સ્પાઈન સર્જરી કરવામાં આવી છે. જે બાદ લઈને હવે રાજકોટ એઈમ્સમાં પણ સ્પાઈન સર્જરી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.
રાજકોટ એઈમ્સમાં આ સર્જરી શરૂ થવાથી આર્થિક રીતે નબળા દર્દીઓને ઘણો લાભ થશે. જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હશે, તેમને નિ:શુલ્ક સર્જરીની સુવિધા મળશે, જ્યારે અન્ય દર્દીઓ માટે પણ ટોકન દરે સારવાર ઉપલબ્ધ થશે. આનાથી ગરીબ દર્દીઓના આશરે દોઢથી ત્રણ લાખ રૂપિયાની બચત થશે, જે અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં થતા ખર્ચ કરતાં ઘણો ઓછો છે.
અગાઉ ઓર્થોપેડિક વિભાગમાં આ પ્રકારની સર્જરીઓ કરવામાં આવતી હતી, પરંતુ હવે એઈમ્સ રાજકોટમાં વિશેષજ્ઞો દ્વારા સ્પાઇન સર્જરીની સુવિધા ઉપલબ્ધ થતાં દર્દીઓને વધુ સારી અને સુલભ સારવાર મળી શકશે. સૌરાષ્ટ્રમાં આ ક્ષેત્રમાં બહુ ઓછી હોસ્પિટલો વિશેષ સ્પાઇન સર્જરીની સુવિધા છે, ત્યારે રાજકોટ એઈમ્સના આ પ્રયાસથી દર્દીઓને ઘણો લાભ થશે.
Input Credit- Mohit Bhatt- Rajkot
રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના VRS કૌભાંડના ગંભીર આક્ષેપો, 127 કર્મચારીઓને અનફિટ બતાવી આચર્યુ કૌભાંડ
બાઈક સ્ટંટ કરતા યુવકની થઈ 'ભારે ફજેતી', વિડીયો જોઈને હસી પડાશે
જામનગરમાં વાવડી ગામના સરપંચ સહિત ખેડૂતો ધરણાં પર - જુઓ Video
દેશી સ્પાઈડર-મેનની રમુજી હરકતોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
TV9ના અહેવાલની અસર, ભાજપની રેલીમાં નંબર પ્લેટ વગરની બાઈકને દંડ
