કાનુની સવાલ: પોતાની પત્નીની ‘રજા લીધા’ વગર દારૂ પીશો તો શું થશે? મજાક નહીં, પણ કાયદો બોલે છે!
કાનુની સવાલ: ભારતમાં દારૂ પીવો સામાન્ય રીતે ગુનો નથી, પરંતુ ગુજરાતમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949 હેઠળ દારૂ પીવો, રાખવો કે વેચવો કાયદે ગુનો ગણાય છે. જો કોઈ વ્યક્તિ દારૂ પીતા ઝડપાય, તો તેને દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે. એટલે ગુજરાતમાં તો પત્નીની રજા હોય કે ન હોય, દારૂ પીવો જ કાયદેસર નથી.

ઘણા ઘરોમાં મજાકમાં કહેવામાં આવે છે કે “પત્નીની રજા વગર દારૂ પીવો નહીં,” પરંતુ શું તમને ખબર છે કે આ વાત માત્ર ઘરગથ્થું ચેતવણી નથી, કેટલાક સંજોગોમાં કાયદાકીય સ્વરૂપ પણ લઈ શકે છે? ખાસ કરીને ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં દારૂ પીવો પોતે જ કાયદાકીય ગુનો છે અને જો તેની અસરથી ઘરેલુ વિવાદ થાય તો મામલો વધુ ગંભીર બની શકે છે.

ભારતમાં દારૂ પીવો સામાન્ય રીતે ગુનો નથી, પરંતુ ગુજરાતમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949 હેઠળ દારૂ પીવો, રાખવો કે વેચવો કાયદે ગુનો ગણાય છે. જો કોઈ વ્યક્તિ દારૂ પીતા ઝડપાય, તો તેને દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે. એટલે ગુજરાતમાં તો પત્નીની રજા હોય કે ન હોય, દારૂ પીવો જ કાયદેસર નથી.

હવે વાત કરીએ ઘરેલુ કાયદાની. જો પતિ દારૂ પીધા બાદ ઘરમાં ઝઘડો કરે, ગાળાગાળી કરે, મારપીટ કરે કે માનસિક ત્રાસ આપે, તો પત્ની ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ, 2005 હેઠળ ફરિયાદ કરી શકે છે. આ કાયદા મુજબ શારીરિક હિંસા સાથે-સાથે માનસિક અને આર્થિક ત્રાસ પણ ગુનો ગણાય છે.

કેટલાક કિસ્સામાં પત્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે તો પતિ સામે IPCની કલમ 498A (પત્ની પર ક્રૂરતા) લાગુ પડી શકે છે. જો દારૂના નશામાં ઘરેલુ શાંતિ ભંગ થાય તો કોર્ટ પતિને ચેતવણી, કાઉન્સેલિંગ અથવા કેટલીક પરિસ્થિતિમાં ઘરમાં પ્રવેશ પર પ્રતિબંધ પણ મૂકી શકે છે.

એટલું જ નહીં, જો પત્ની સાબિત કરે કે પતિની દારૂની લતથી ઘરનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તો કોર્ટ પતિને ખર્ચ નિયંત્રણ, ભરણપોષણ અથવા સારવાર લેવા આદેશ આપી શકે છે. કેટલીક ફેમિલી કોર્ટ્સમાં તો નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લેવાની શરત પણ મૂકવામાં આવે છે.

છેલ્લે તો એ જ કે “પત્નીની રજા વગર દારૂ પીવો” એ માત્ર ઘરની મજાક નથી. જો દારૂ પીધા પછી વર્તન બગડે, ઝઘડા થાય કે હિંસા થાય, તો મામલો સીધો કાયદાની ચોપડે ચઢી શકે છે. ખાસ કરીને ગુજરાતમાં દારૂ પીવો પોતે જ ગુનો હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. તેથી દારૂ અને પરિવાર—બન્ને મામલે સાવચેતી રાખવી સૌથી સમજદારીભર્યું પગલું છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
