કાનુની સવાલ: જાહેર રસ્તા પર બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બેઠા હોય તો પોલીસ પકડી શકે? જાણો કાયદો શું કહે છે
કાનુની સવાલ: આજના સમયમાં ઘણીવાર રસ્તા પર, ગાર્ડન કે જાહેર જગ્યાઓ પર બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને બેસેલા જોઈને લોકો પ્રશ્ન કરે છે કે શું પોલીસ તેમને પકડી શકે? અથવા આ ગેરકાયદેસર છે કે નહીં? તો ચાલો જાણીએ ભારતીય કાયદો આ મુદ્દે શું કહે છે.

ભારતીય કાયદા મુજબ માત્ર સાથે બેસવું, વાત કરવી કે જાહેર જગ્યાએ હાજર રહેવું કોઈ ગુનો નથી. ભારતનું બંધારણ દરેક નાગરિકને વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાનો અધિકાર આપે છે. સુપ્રીમ કોર્ટ પણ અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કરી ચૂકી છે કે સંમતિથી બનેલા સંબંધો ગુનો નથી.

જો બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ જાહેર જગ્યાએ શાંતિપૂર્ણ રીતે બેઠા હોય, કોઈને તકલીફ ન પહોંચાડતા હોય, તો પોલીસને તેમને પકડી લેવાનો કોઈ અધિકાર નથી. માત્ર શંકા કે નૈતિકતા (moral policing)ના આધારે કાર્યવાહી કરવી કાયદેસર નથી.

હાં, જો કોઈ કપલ જાહેર સ્થળે અશ્લીલ હરકતો કરે, જેમ કે અશોભનીય સ્પર્શ, અશ્લીલ વર્તન કે અન્ય લોકોને અસ્વસ્થ કરે, તો પોલીસ IPC કલમ 294 (જાહેર જગ્યાએ અશ્લીલ વર્તન) હેઠળ કાર્યવાહી કરી શકે છે. પરંતુ અહીં પણ સ્પષ્ટ પુરાવા જરૂરી છે.

મહત્વની વાત એ છે કે પોલીસ માત્ર ઓળખપત્ર ચેક કરી શકે, પરંતુ ગેરકાયદેસર રીતે ધમકી આપવી, પૈસા માંગવા કે સ્ટેશન લઈ જવું ખોટું છે. કોઈપણ નાગરિકને પોતાના અધિકારો અંગે જાગૃત રહેવું જોઈએ.

સારાંશ એ છે કે સામાન્ય રીતે રસ્તા પર બેસવું ગુનો નથી પરંતુ કાયદાની મર્યાદામાં વર્તન કરવું જરૂરી છે. સમાજમાં ફેલાયેલી ગેરસમજ અને અફવાઓને કારણે ઘણા યુવાનો ભયમાં રહે છે, જ્યારે કાયદો તેમને સુરક્ષા આપે છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
