AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ₹ 5,58,485 કરોડની માર્કેટ કેપ વાળી કંપનીને મળ્યો મિડલ ઈસ્ટમાં અલ્ટ્રા-મેગા ઓર્ડર, શેરમાં તેજીની આશા, જાણો વિગત

મિડલ ઈસ્ટમાંથી મળેલા મોટા ઓર્ડર અને મજબૂત નાણાકીય પ્રદર્શનને કારણે આ શેર ચર્ચામાં આવ્યો છે. ઓફશોર ક્ષેત્રે વધતી કામગીરી સાથે કંપનીના શેર પર રોકાણકારોની નજર પણ કેન્દ્રિત થઈ છે.

| Updated on: Aug 17, 2026 | 3:22 PM
Share
લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ની એનર્જી હાઇડ્રોકાર્બન ઓફશોર (LTEH Offshore)ને મિડલ ઈસ્ટના એક પ્રતિષ્ઠિત ક્લાયન્ટ પાસેથી અલ્ટ્રા-મેગા ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મિડલ ઈસ્ટમાં અનેક ઓફશોર સુવિધાઓના વિકાસનું કામ હાથ ધરવામાં આવશે. કંપની દ્વારા 17 ઓગસ્ટ, 2026ના રોજ આ અંગે માહિતી આપવામાં આવી હતી.

1 / 5
આ પ્રોજેક્ટ માટે LTEH Offshore એ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ એટલે કે EPCIC સંબંધિત સમગ્ર કામગીરી હાથ ધરવાની છે. પ્રોજેક્ટના મોટા હિસ્સાનું ફેબ્રિકેશન કામ L&Tની એકીકૃત અને આધુનિક મેન્યુફેક્ચરિંગ તથા ફેબ્રિકેશન સુવિધાઓમાં કરવામાં આવશે. આ ઓર્ડર મિડલ ઈસ્ટમાં L&Tની લાંબા સમયથી રહેલી મજબૂત હાજરી અને મોટા તથા જટિલ ઓફશોર પ્રોજેક્ટ્સને સુરક્ષિત રીતે, સમયસર અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે પૂર્ણ કરવાની ક્ષમતામાં ગ્રાહકોના વિશ્વાસને દર્શાવે છે.

2 / 5
L&Tના જણાવ્યા અનુસાર, LTEH Offshore પાસે ઇન-હાઉસ એન્જિનિયરિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોક્યોરમેન્ટ, ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશનની સંકલિત ક્ષમતાઓ ઉપરાંત સમર્પિત જહાજોના કાફલાની સુવિધા છે. કંપની છેલ્લા ચાર દાયકામાં ફિક્સ્ડ પ્લેટફોર્મ, સબસી પાઇપલાઇન્સ, ડીપ-વોટર સબસી સ્ટ્રક્ચર્સ સહિત અનેક પડકારજનક ઓફશોર પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી ચૂકી છે. આ નવા ઓર્ડરને મિડલ ઈસ્ટમાં ભવિષ્યની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા થઈ રહેલા વધતા રોકાણ અને મહત્વપૂર્ણ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે જોડવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે L&Tની ઓર્ડર વર્ગીકરણ મુજબ ₹15,000 કરોડથી વધુ મૂલ્યના ઓર્ડરને ‘Ultra-Mega’ કેટેગરીમાં મૂકવામાં આવે છે.

3 / 5
લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ (L&T)ના શેરનો ભાવ 17 ઓગસ્ટના રોજ બપોરે 1:03 વાગ્યે ₹4,059 નોંધાયો હતો, જેમાં 0.09 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹5,58,485 કરોડ છે, જ્યારે શેરનો 52-વીક હાઇ ₹4,440 અને લો ₹3,288 છે. કંપનીનો સ્ટોક P/E રેશિયો 31.7 છે, જ્યારે ઇન્ડસ્ટ્રી P/E 15.9 છે.

4 / 5
કંપનીના અન્ય મહત્વના નાણાકીય આંકડાઓ પર નજર કરીએ તો L&Tનું ROE 15.9 ટકા અને ROCE 14.6 ટકા છે, જ્યારે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન (OPM) 12.5 ટકા દર્શાવવામાં આવ્યું છે. કંપની પર ₹1,25,497 કરોડનું દેવું છે અને તેના રિઝર્વ્સ ₹1,09,015 કરોડ છે. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 0.94 ટકા છે, જ્યારે પ્રોફિટ ગ્રોથ 13.4 ટકા દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, કંપનીમાં કુલ શેરહોલ્ડર્સની સંખ્યા 17,95,249 છે અને પ્રમોટર હોલ્ડિંગ 0 ટકા દર્શાવવામાં આવ્યું છે. ( નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે.) (Credits: - Canva)

5 / 5

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Follow Us
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું

ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video

જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું

Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી

ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ

ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

g clip-path="url(#clip0_868_265)">