15-08-2026

15 ઓગસ્ટે  ટીમ ઈન્ડિયાનો  કેવો રહ્યો રેકોર્ડ?

સ્વતંત્રતા દિવસ માત્ર દેશ માટે જ નહીં, ભારતીય ક્રિકેટ માટે પણ ઘણી ખાસ યાદો ધરાવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી  15 ઓગસ્ટના દિવસે કુલ 6 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મેચોમાં ભારતે  2 મેચમાં જીત મેળવી, જ્યારે 3 મેચમાં હાર અને 1 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલીવાર 15 ઓગસ્ટે મેચ 1952માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ હતી, જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્યારબાદ 2001માં શ્રીલંકા અને 2014માં ઈંગ્લેન્ડ સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2015માં શ્રીલંકા સામે અને 2021માં ઈંગ્લેન્ડ સામે ભારતે જીત મેળવીને સ્વતંત્રતા દિવસને વધુ ખાસ બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2019ની વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે 14 ઓગસ્ટે શરૂ થઈ, પરંતુ ભારતીય સમય પ્રમાણે 15 ઓગસ્ટે પૂરી થઈ અને ભારત 6 વિકેટે જીત્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2026માં શ્રીલંકા સામેની ગાલે ટેસ્ટ સાથે 15 ઓગસ્ટ ફરી ભારતીય ક્રિકેટ ઈતિહાસનો ભાગ બની છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM