AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Brick Technology: હવે ઘરની દીવાલો બનાવશે વીજળી, સોલર બ્રિક ચલાવશે AC અને ફ્રિજ, જૂના મકાનો માટે પણ સફળ છે આ નવી ટેકનોલોજી

કેનેડિયન કંપનીએ બનાવી સોલર બ્રિક ટેકનોલોજી, જે નવા અને જૂના બંને મકાનોની દીવાલો પર લાગીને આખા ઘરનો વીજળીનો લોડ સંભાળી શકે છે. જાણો સામાન્ય ઈંટ જેવી દેખાતી આ સોલર ઈંટોની ખાસિયત.

| Updated on: Aug 16, 2026 | 4:34 PM
Share
ઘરને મજબૂતી આપવા માટે ઈંટોનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે, પરંતુ હવે ઘરો કે ઇમારતોમાં વપરાતી ઈંટો વીજળી પણ પેદા કરશે. કેનેડાની સોલર ટેકનોલોજી કંપની Mitrex એ 'સોલર બ્રિક' (Solar Brick) નામે એક ખાસ ટેકનોલોજી શોધી કાઢી છે. સોલર બ્રિક એટલે કે એવી ઈંટ જે સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવી શકે છે. આ ટેકનોલોજીની મદદથી તમે તમારા ઘરની બહારની દીવાલોને જ પાવર પ્લાન્ટમાં ફેરવી શકો છો.

1 / 9
આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર નવા બની રહેલા મકાનો માટે જ નહીં, પરંતુ જૂના કે પહેલેથી બનેલા મકાનોની દીવાલો પર પણ સરળતાથી લગાવી શકાય છે. આ ઉપરાંત સામાન્ય સોલર પેનલની જેમ આનાથી ઘર કે દીવાલોની સુંદરતા પણ બગડતી નથી.

2 / 9
શું છે આ સોલર બ્રિક? સોલર બ્રિક એટલે કે સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવતી ઈંટ, જે એક બિલ્ડિંગ-ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક (BIPV) ટેકનોલોજી છે. તેને ઇમારતોની બહારની દીવાલો પર લગાવવામાં આવે છે. દેખાવમાં આ ઈંટો સામાન્ય લાલ ઈંટો જેવી જ લાગે છે, પરંતુ તેની અંદર સોલર સેલ ફિટ કરેલા હોય છે.

3 / 9
આ ટેકનોલોજીની વિશેષતા એ છે કે તેની દરેક ઈંટ 330 વોટ (330W) સુધીની વીજળી પેદા કરી શકે છે. જેના કારણે લોકોના મકાનો કે કોમર્શિયલ બિલ્ડિંગો પોતે જ એક પાવર પ્લાન્ટ બની જાય છે.

4 / 9
જૂની ઇમારતોમાં પણ સફળ છે આ ટેકનોલોજી: આ હોમ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ નવા બની રહેલા મકાનો સાથે જૂના મકાનો કે બિલ્ડિંગોમાં પણ થઈ શકે છે. જૂની દીવાલો પર તેને રી-ક્લેડિંગ કે ઓવર-ક્લેડિંગ દ્વારા સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે.

5 / 9
કંપનીની વેબસાઇટ અનુસાર, તાજેતરમાં 4,000 ચોરસ ફૂટના વિસ્તારમાં 59 કિલોવોટ (59kW) ક્ષમતાવાળા પ્રોજેક્ટમાં તેનો સફળ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં જૂની બિલ્ડિંગની ડિઝાઇનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા વિના જ તેને વીજળી પેદા કરતા પાવર પ્લાન્ટમાં ફેરવી દેવામાં આવી હતી.

6 / 9
એડવાન્સ્ડ પેટન્ટેડ કોટિંગથી સજ્જ: મિટ્રેક્સની આ સોલર બ્રિકમાં એડવાન્સ્ડ પેટન્ટેડ કોટિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ કોટિંગ સૂર્યના કિરણોને વધુ પડતા ચમકવા કે રિફ્લેક્ટ થવા દેતું નથી (એન્ટી-રિફ્લેક્ટિંગ). તેના પર ધૂળ, માટી કે કાદવ સરળતાથી ચોંટતા નથી, જેથી તેની જાળવણી (મેન્ટેનન્સ) ખૂબ જ સરળ બની જાય છે અને તે લાંબા સમય સુધી ટકી રહે છે.

7 / 9
કેટલી વીજળી બનાવી શકે છે આ સોલર ઈંટો? સોલર બ્રિકને કન્સ્ટ્રક્શન અને આર્કિટેક્ચરની જરૂરિયાત મુજબ અત્યંત ફ્લેક્સિબલ બનાવવામાં આવી છે. તેમાં કસ્ટમાઇઝ કરી શકાય તેવા ફેસિંગ લેયર્સ, વિવિધ સાઇઝના પેનલ્સ અને બેકિંગ ઓપ્શન્સ મળે છે, જેથી બિલ્ડર્સ પોતાની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરી શકે છે.

8 / 9
આ સોલર બ્રિકને કઈ ક્ષમતામાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે તેના આધારે ઘરના તમામ નાના-મોટા ઉપકરણો જેમ કે એસી (AC) અને ફ્રિજ પણ આ વીજળીથી ચલાવી શકાય છે. રિપોર્ટ્સ અનુસાર, આનું એક પેનલ 330 વોટનું હોવાથી, આવા 10 થી 12 પેનલ્સ લગાવવાથી આશરે 3.3 કિલોવોટથી 4 કિલોવોટ (3.3kW to 4kW) નું સેટઅપ તૈયાર થાય છે, જે દિવસભર આખા ઘરનો પાવર લોડ સરળતાથી સંભાળી શકે છે.

9 / 9

Butterfly Wing Solar Panel : પતંગિયાના પાંખની ડિઝાઇનથી વધશે સોલાર પેનલની કાર્યક્ષમતા? વિજ્ઞાનીઓની નવી શોધથી ક્રાંતિની આશા

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">