AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું

Breaking News : જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું

| Updated on: Aug 17, 2026 | 12:16 PM
Share

આરોપી દ્વારા કેમિકલ સહિતના પદાર્થોનો ઉપયોગ કરીને દૂધ તૈયાર કરવામાં આવતું હતું. આ પ્રકારનું દૂધ લોકોના આરોગ્ય માટે નુકસાનકારક હોવાનું સામે આવ્યું છે. નકલી દૂધનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જૂનાગઢના ખડીયા ગામે પોલીસ દ્વારા દરોડો પાડી નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે કેમિકલયુક્ત દૂધ બનાવતા એક શખ્સની ધરપકડ કરી છે.

નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ

પોલીસની કાર્યવાહી દરમિયાન આશરે 50 લિટર નકલી દૂધ મળી આવ્યું હતું. ઉપરાંત પામોલીન તેલના 3 ડબ્બા અને મિલ્ક પાવડર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પામ ઓઈલ અને મિલ્ક પાઉડરથી બનતુ હતુ નકલી દૂધ

મળતી માહિતી મુજબ, આરોપી દ્વારા કેમિકલ સહિતના પદાર્થોનો ઉપયોગ કરીને દૂધ તૈયાર કરવામાં આવતું હતું. આ પ્રકારનું દૂધ લોકોના આરોગ્ય માટે નુકસાનકારક હોવાનું સામે આવ્યું છે. નકલી દૂધનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસે સ્થળ પરથી મળેલા પદાર્થો અને નકલી દૂધના નમૂનાઓ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી દ્વારા કેટલા સમયથી આ રીતે નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું અને આ દૂધ ક્યાં-ક્યાં વેચવામાં આવતું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા, જૂની અદાવતમાં યુવકની હત્યા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">